Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઈન્ફ્લુએન્સર BFનો એક્સ GF પર દંડાથી હુમલો:પીડિતાએ કહ્યું-મોડેલિંગ એકેડેમીમાં યુવતીઓને ફસાવી શોષણ કરે છે, એક છોકરી પાસેથી 5 લાખ પડાવી જેગુઆર લીધી

    4 days ago

    અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં સંબંધોની તકરાર અને પોલીસ અરજીની અદાવતમાં એક યુવતી પર લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્ફ્લુએન્સર પૂર્વ બોયફ્રેન્ડે સાગરીત સાથે મળીને 1 ઓક્ટોબરે મોડી રાતે હુમલો કર્યો હતો. ગોતા ખાતે પ્રોડક્શન હાઉસ ધરાવતી 33 વર્ષીય યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં કિશુ ચાવલા અને સાગર નારાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ કહ્યું હતું કે, કિશુ મોડેલિંગ એકેડેમીમાં યુવતીઓને ફસાવીને શોષણ કરે છે. તો એક છોકરી પાસેથી તેને 5 લાખ પડાવીને જેગુઆર પણ ખરીદી છે. આરોપી કિશુ ચાવલા ઓઢવ તક્ષશિલા રોડ પર રહે છે અને CG રોડ અને વસ્ત્રાલ વેદ આર્કેડ મોલમાં મોડેલિંગ એકેડમી ચલાવે છે. કિશુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમજ સોશિયલ મીડિયા પર વીઆઇપી એન્ટ્રી કરતા વીડિયો પણ છે. યુવતીએ મિત્રોને મળવાની ના પાડતાં બોલાચાલી થઈ યુવતી અને વસ્ત્રાલમાં મોડેલિંગની ઓફિસ ધરાવતો કિશુ ભવરલાલ ચાવલા અગાઉ પાંચેક વર્ષ સુધી રિલેશનશિપમાં સાથે રહેતા હતા અને દોઢ વર્ષ અગાઉ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ કિશુ ચાવલા અન્ય યુવતીઓ સાથે પણ સંબંધમાં આવ્યો હતો. જેથી ​ગત 1 ઓક્ટોબરે કિશુ ચાવલાએ યુવતીને ફોન કરીને તેની અન્ય મહિલા મિત્રોને ન મળવા માટે દબાણ કર્યું હતું. જોકે, યુવતીએ મિત્રોને મળવાની ના પાડતાં બોલાચાલી થઈ હતી. કિશુની અવારનવાર અલગ-અલગ છોકરીઓ સાથેના સંબંધોની બાબતે ત્રણેય યુવતીઓએ ભેગા મળી રામોલ પોલીસ સ્ટેશન પહોંચી કિશુ ચાવલા, સાગર નારાણીયા અને તુષાર નંદગીરી વિરુદ્ધ પોલીસ અરજી આપી હતી. જેથી ​પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ત્રણેય યુવતીઓ છૂટી પડી રહી હતી. લાકડાનો દંડો માર્યો, મારી નાખવાની ધમકી આપી ત્યારે યુવતી પોતાની મિત્રને મોડી રાતે વસ્ત્રાલ ખાતે આવેલી નૈયા પેરેડાઇઝ સોસાયટીના ગેટ પાસે મૂકવા ગયા ત્યારે ત્યાં અગાઉથી જ હાજર સાગર નારાણીયા અને કિશુ ચાવલાએ તેમને ઘેરી લીધા હતા. સાગરે ઉશ્કેરાઈને તમે લોકો અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કેમ ગયા હતા, તેમ કહી ગાળો આપી યુવતી પર ગડદાપાટુનો માર માર્યો હતો અને નજીકમાંથી લાકડાનો દંડો લાવી ડાબા હાથે ખભા પર તથા પગના ભાગે મારી દીધો હતો. લોકો ભેગા થઈ જતાં બંને આરોપીઓ ભાગી છૂટ્યા હુમલા દરમિયાન કિશુ ચાવલાએ પણ યુવતીને ધમકી આપી હતી કે હવે પછી આ લોકો સાથે મિત્રતા રાખીશ તો તને જાનથી મારી નાખીશ. યુવતીએ બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતાં બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. બાદમાં ​ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 'તમે મોદી સુધી પણ કોન્ટેક્ટ કરી લો છતાંય હું છૂટી જઈશ' યુવતીએ જણાવ્યું હતું કે, રાત્રે આશરે 1.30 વાગ્યે મારા પર તલવાર અને દંડાથી હુમલો થયો હતો, જેમાં હુમલો કરવા માટે બે વ્યક્તિ આવ્યા હતા. પરંતુ આ હુમલો કરાવનાર મુખ્ય કિશુ ચાવલા છે, જે 'CLM મોડેલિંગ એકેડેમી' ચલાવે છે. તે બહુ બધી છોકરીઓને ફસાવીને શોષણ કરે છે અને એમના પૈસા લઈને નવી નવી એકેડેમીઓ ચાલુ કરે છે. બીજી છોકરીઓ એટલા માટે આગળ નથી આવી શકતી કારણ કે તે પોતાની પ્રોફાઈલ બતાવીને કહે છે કે 'તમે મોદી સુધી પણ કોન્ટેક્ટ કરી લો છતાંય હું છૂટી જઈશ કારણ કે મારી પાસે બહુ પૈસા છે', જે તદ્દન ખોટી વાત છે. 'મને, પરિવારને અને મારા બાળકને મારવાની ધમકીઓ આપે છે' 'તે કહે છે કે તે મારા પર કેસ કર્યો છે તો હું જેલમાંથી બહાર આવીને તને મારી નાખીશ.' તે પોતે સામે નથી આવતો પણ જેઓ અગાઉથી મર્ડર, કેસ કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છોકરાઓ પાસે હુમલો કરાવે છે. મારા પર હુમલો કરનાર સાગર નારાયણિયા અને તેનો એક મિત્ર હતો, તથા આ સમગ્ર મામલા પાછળ તુષાર નંદગીરી અને કિશુ ચાવલાનો હાથ છે.' અનેક છોકરી પાસેથી પૈસા પૈડાવ્યાનો આક્ષેપ 'એણે અગાઉ મારી પાસેથી પણ ઘણા પૈસા લીધા છે. હાલમાં એક છોકરી પાસેથી રૂ.5 લાખ લીધા છે, જેના વડે તેને જેગુઆર ગાડી ખરીદી છે. આ સિવાય વડોદરાની એક છોકરી પાસેથી પૈસા લઈને સોનાની ચેઈન લીધી છે. તે છોકરીઓને ફસાવીને પૈસા પડાવવાનું જ કામ કરે છે. મેં આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. મને હર્ષ સંઘવી સર પર પૂરો વિશ્વાસ છે કે તેઓ મને ન્યાય અપાવશે અને 'બીફોર-આફ્ટર' જેવી સખત કાર્યવાહી કરશે. તે ખૂબ જ ખરાબ માણસ છે અને ઘણી છોકરીઓ સાથે આવું જ કરે છે, અન્ય છોકરીઓ પણ ડરીને દબાઈ જાય અને તે પોતાની ધાક જમાવી શકે.' પીઆઈ એસ.એન.ચુડાસમાએ કહ્યું હતું કે, યુવતી પર દંડા અને પાઇપ સહિતના હથિયારથી હુમલો કરાયો હતો. તેમજ પ્રાથમિક તપાસમાં સ્થળ પર કિશુ ચાવલા હાજર ન હતો. ત્યાં સાગર અને અજાણ્યો શખસે હુમલો કર્યો હતો. કિશુએ યુવતીને ફોનમાં ધમકી આપી હતી. કિશુ અને યુવતી છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. કિશુ ચાવલાનું ઇન્સ્ટાગ્રામ પર kishu_chawla_official નામના એકાઉન્ટમાં રૂ.1,08,000 ફોલોવર છે. જેમાં તેને બાયો (Bio)માં 'જય શ્રી રામ 🚩', 'ગુજરાત સંયોજક ', 'બોલિવૂડ પ્રોડ્યુસર 🎥', 'બિઝનેસમેન 💸' તેમજ CLM (@celebrity_modeling)ની 8 શાખાના ફાઉન્ડર અને 'ઇન્ટરનેશનલ મોડેલ 2017' હોવાનો દાવો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા:પતિથી છૂટાછેડા અપાવી તરછોડી દેનાર મહેન્દ્ર ઉર્ફે વિકી મકવાણા સામે ફરિયાદ
    Next Article
    ગિફ્ટ સિટી મેટ્રો ટ્રાયલ દરમિયાન ટેક્નિકલ ખામીસર્જાઈ:અચાનક ટ્રેન ઠપ થતાં પંદર મિનિટ દોડધામ;તંત્ર દ્વારા બસ સુવિધા કરી મુસાફરો ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment