Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના મોતીતળાવમાં જૂની અદાવતે યુવક પર હુમલો:બે શખ્સોએ સગાઈની બાબતે મનદુઃખ રાખી ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંક્યા; યુવકને હોસ્પિટલ ખસેડાયો

    4 days ago

    ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં જૂની અદાવતમાં બે શખ્સોએ ઘરમાં ઘૂસી યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ થયેલા યુવકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની માતાએ બે શખ્સો સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગાઈની બાબતે મનદુઃખ રાખી હુમલો મોતીતળાવ વિસ્તારમાં મોગલમાના મંદિર પાસે રહેતા નયનાબેન મકવાણાએ સાગર રાઠોડ અને અભી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમના 20 વર્ષીય પુત્ર મયુરની સગાઈ એક યુવતી સાથે થઈ હતી, જે યુવતીને અગાઉ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ જ બાબતનું મનદુઃખ રાખી ગત 8 ઓક્ટોબરના રોજ સાંજે મયુર ઘરે રસોઈ બનાવી રહ્યો હતો ત્યારે સાગર અને અભીએ ઘરમાં પ્રવેશી પેટ તથા પડખાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલો મયુર બચાવ કરવા બહાર ભાગ્યો ત્યારે પણ બન્ને શખ્સોએ તેનો પીછો કર્યો હતો. સ્થાનિકો અને પરિજનો ભેગા થઈ જતાં હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને લોહીયાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક ભૂસ્તર તંત્ર ઘોર નિંદ્રામાં કે મિલીભગત?:તાપીમાં રેતી માફિયાઓ પર સુરત ફ્લાઈંગ સ્કવોર્ડનો સપાટો: સુલવાડા નદી પટ્ટમાંથી રૂ.1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણા-ઉપવાસ આંદોલનનું આયોજન:10 ઓક્ટોબરે ન્યાય કોર્ટ બહાર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment