Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક ભૂસ્તર તંત્ર ઘોર નિંદ્રામાં કે મિલીભગત?:તાપીમાં રેતી માફિયાઓ પર સુરત ફ્લાઈંગ સ્કવોર્ડનો સપાટો: સુલવાડા નદી પટ્ટમાંથી રૂ.1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    તાપી જિલ્લાના સરહદી વિસ્તાર નિઝરમાં ધમધમતા ગેરકાયદે રેતી ખનન પર આખરે સુરત ફ્લાઈંગ સ્કવોર્ડે લાલ આંખ કરી છે. તાપી જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના આંખ આડા કાન વચ્ચે સુરતની ટીમે મધરાતે ત્રાટકીને તાપી નદીના પટ્ટમાંથી સાદી રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા વાહનોનો મોટો કાફલો ઝડપી પાડી રૂ.1.5 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ફ્લાઈંગ સ્કવોર્ડ, સુરતના વડા દિનેશકુમાર પવાયાના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ ટીમના રોયલ્ટી ઈન્સ્પેક્ટર હસમુખ પટેલ, દિનેશભાઈ વૈંશ, જીગ્નેશ કોટડીયા તથા સિક્યુરિટી સ્ટાફે તા. 8/10/2026નાં રોજ રાત્રિના સુમારે મોજે સુલવાડા (તા. નિઝર, જિ. તાપી) સ્થિત નદી પટ્ટ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી સાદી રેતી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરી રહેલા કુલ 8 ટ્રેક્ટર અને 2 ડમ્પર રંગેહાથ ઝડપાઈ ગયા હતા. મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 1.5 કરોડ ટીમે તમામ 10 વાહનો જપ્ત કરી તેની કસ્ટડી મોજે વાંકા ચેક પોસ્ટ (તા. નિઝર) ખાતે સોંપી દીધી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 1.5 કરોડ આંકવામાં આવી છે. આ મામલે કસૂરવારો વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનિંગ એક્ટ અન્વયે દંડકીય રકમની નોટિસો ફટકારી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સ્થાનિક ભૂસ્તર વિભાગની ભૂમિકા સામે ગંભીર સવાલો અગાઉ પણ નિઝરના જાગૃત પ્રાંત અધિકારી દ્વારા રેડ પાડી રેતી ચોરો સામે પગલાં લેવાયા હતા. આમ છતાં, તાપી જિલ્લાનું સ્થાનિક ભૂસ્તર તંત્ર સતત કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે બેરોકટોક ચાલતા આ કાળા કારોબાર સામે પગલાં ભરવા માટે સુરત ફ્લાઈંગ સ્કવોર્ડને છેક નિઝર સુધી કેમ દોડવું પડ્યું? સ્થાનિક વિભાગની આટલા લાંબા સમયથી રહેલી રહસ્યમય ચુપકીદી પાછળ કોઈ મોટી મિલીભગત કામ કરી રહી છે કે કેમ, તેવા તીખા સવાલો હવે પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    શિવા ત્રિવેદી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની, ઓલ ઇન્ડિયા 3જો રેન્ક:જામનગરની દીકરીએ એરોનોટિકલ એન્જિનિયરિંગ બાદ ગુજરાતનું ગૌરવ વધાર્યું
    Next Article
    ભાવનગરના મોતીતળાવમાં જૂની અદાવતે યુવક પર હુમલો:બે શખ્સોએ સગાઈની બાબતે મનદુઃખ રાખી ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંક્યા; યુવકને હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment