Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા પોલીસે 3 વર્ષથી ફરાર ગુજસીટોકના ઈનામી આરોપીને ઝડપ્યો:અમરેલી જિલ્લામાં નોંધાયેલા ગુનાનો આરોપી પ્રતાપ ગીડાની ધરપકડ, આગળની કાર્યવાહી શરૂ

    7 hours ago

    અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે ગુજસીટોકના એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પ્રતાપ ગીડા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસથી બચી રહ્યો હતો અને તેના પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. બાબરા પોલીસની સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી. અમરેલી SP સંજય ખરાતની સૂચના હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના PI આર.આર. પરમારની ટીમે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ટેક્નિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો. ચોક્કસ બાતમી અને ટેક્નિકલ માહિતીના આધારે આરોપીને ટ્રેક કરવામાં આવ્યો હતો. આરોપી પ્રતાપભાઈ ધીરૂભાઈ ગીડા (ઉંમર 38 વર્ષ, વ્યવસાય ખેતી, રહે. કલોરાણા, વાડી વિસ્તાર, તા. બાબરા, જી. અમરેલી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રતાપ ગીડા સામે બાબરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ પણ તેની સામે કેસ નોંધાયેલ હતો. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કામગીરીમાં PI આર.આર. પરમાર, ASI કિરણભાઈ સોલંકી, રાજભા વાઘેલા, રમેશભાઈ કોતર, જગદીશભાઈ રામાણી, ગોકળભાઈ રાતડીયા, વિજયભાઈ ચારડીયા અને ભારતભાઈ મકવાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    અલ્લુ અર્જુનની 'રાકા'એ રિલીઝ પહેલાં જ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ:37 લોકોનું એકસાથે રિયલ-ટાઇમ મોશન કેપ્ચર કરાયું; USથી આવેલા ખાસ 92 કેમેરાનો ઉપયોગ
    Next Article
    બોડેલીના ચલામલીમાંકરિયાણાની દુકાનને પેટ્રોલ છાંટી આગ લગાડી:સ્ટોર માલિકે ઘરે CCTV જોતાં ધુમાડો દેખાયો; શટર પાસે આગ ચાંપનાર શખ્સ કેમેરામાં કેદ; વેપારીએ પોલીસ કાર્યવાહીની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment