Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના 25 ગામના ખેડૂતો બાયપાસના વિરોધમાં એકઠા થયા:જમીન કપાતમાં જવાનો ડર; કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા માગણી; ન રોકાય તો ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચેતવણી

    14 hours ago

    પાલનપુર તાલુકામાં પ્રસ્તાવિત નવા બાયપાસ રોડની નિર્માણ પ્રક્રિયાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે. બાયપાસના કારણે કિંમતી ખેતીની જમીનો કપાતમાં જવાનો અને અનેક પરિવાર જમીનવિહોણા બની જવાનો ભય સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે વગદા ગામે પાલનપુર તાલુકાના આશરે 25 ગામોના ખેડૂતો, સરપંચો અને સ્થાનિક આગેવાનોની એક મહત્વપૂર્ણ વિરોધ બેઠક યોજાઈ હતી. 25 ગામના ખેડૂતોએ સરકાર સામે નોંધાવ્યો વિરોધ જગણાથી લઈને ખેમાણા ટોલનાકા સુધીના વિવિધ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ એકસૂરે વ્યથા ઠાલવી હતી કે બાયપાસ રોડથી તેમની ઉપજાવ જમીનો છીનવાઈ જશે. ખેડૂતોના વ્યાપક હિતો અને આજીવિકા ધ્યાનમાં રાખીને સરકારે નવા બાયપાસ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે રોકવી જોઈએ તેવી મક્કમ અપીલ કરવામાં આવી છે. ચૂંટણી બહિષ્કાર અને વિરોધની આકરી ચેતવણી બેઠકમાં એકત્ર થયેલા તમામ આગેવાનો અને ગ્રામજનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ખેડૂતોના વિરોધને ધ્યાને લીધા વિના બાયપાસની કામગીરી આગળ ધપાવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે. જો આ માર્ગ નિર્માણની પ્રક્રિયા સ્થગિત નહીં કરાય તો આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સરકારે તેના માઠા પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    INDIA બ્લોકના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા છે:રાહુલ-પ્રિયંકા પણ સામેલ; જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગનો પત્ર સોંપશે
    Next Article
    17 ઓક્ટોબરે જનરલ બોર્ડની બેઠક:ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારને જેલમાં ધકેલવા ભલામણ કરાશે, ઘનકચરાનાં નિકાલનાં નવા મોડેલ બાય-લોઝ લાગૂ કરવા નિર્ણય લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment