Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય શાખાના નામે છેતરપિંડી:ઉપલેટાના લાઠ ગામે મચ્છરની દવા છાંટવાના બહાને ઘરમાં ઘૂસેલી બેલડીએ વૃદ્ધાની માળામાંથી સોનાના કવર કાઢી લીધા'તા

    8 hours ago

    રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ગામમાં એકલા રહેતા એક વયોવૃદ્ધ દંપતીને આરોગ્ય શાખાના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી બે અજાણ્યા શખસોએ લૂંટનો શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ દવા છાંટવાના બહાને ઘરમાં પ્રવેશ કરી વૃદ્ધ દંપતી પર નશાકારક સ્પ્રે છાંટી તેમને બેભાન કરી દીધા હતા અને સોનાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. જો કે ગણતરીની કલાકમાં પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ.1.40 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટાના લાઠ ગામે 82 વર્ષીય વશરામભાઈ બાવનજીભાઈ કણસાગરા અને તેમના 78 વર્ષીય પત્ની લાભુબેન એકલા રહે છે. 6 ઓક્ટોબર 2026ના રોજ સવારના 10 વાગ્યા આસપાસ એક અજાણ્યો શખસ તેમના ઘરે આવ્યો હતો અને પીવાનું પાણી માગ્યું હતું. લાભુબેન પાણી ભરવા માટે અંદર ગયા તે જ સમયે આ શખસ ડેલી અંદર આવી ગયો હતો તેણે પોતે આરોગ્ય શાખામાંથી મચ્છરની દવા છાંટવા આવ્યો હોવાનું જણાવી ફળિયામાં આવેલી ચોકડી અને છોડના કુંડા આજુબાજુ સ્પ્રે છાંટવાનું નાટક શરૂ કર્યું હતું. દરમિયાન બીજો એક શખ્સ પણ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તે પણ દવા છાંટવા લાગ્યો હતો. આ પછી બંને શખસોએ અચાનક વૃદ્ધ દંપતીના મોઢા પર સ્પ્રે છાંટી દેતા તેઓ અસહાય બની બેભાન જેવા થઈ ગયા હતા જેથી તેઓ કોઈ પ્રતિકાર કે બૂમાબૂમ કરી શક્યા ન હતા. દંપતી બેભાન થઈ જતાં જ લૂંટારૂઓએ વૃધ્ધાએ ગળામાં પહેરેલી સોનાની તુલસીની માળા ગાયબ હતી. માળાના પારા ફળિયામાં પડેલી એક ડિશમાંથી મળી આવ્યા હતા, પરંતુ તે પારા પર મઢેલા રૂ. 90,000ની કિંમતના સોનાના કવર ગાયબ હતા. બનાવ અંગે લાભુબેને તુરંત પોતાના પુત્ર ગિરીશભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને સમગ્ર આપવીતી જણાવી હતી. ​બનાવ અંગે કન્સ્ટ્રક્શન ધંધા સાથે સંકળાયેલા અને ઉપલેટા રહેતા પુત્ર ગિરીશભાઈ કણસાગરાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ તપાસ શરૂ કરી હતી દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ મદદથી જૂનાગઢના બે શખ્સો અંકલેશ પોદરા અને સાજનકુમાર જયશ્વાલની ધરપકડ કરી તેની પાસેથી બે મોબાઈલ, એક બાઈક, સોના-ચાંદી ધાતુ સાફ કરવા માટેનું લીકવીડ, સોનાનો ઢાળીયો સહીત કુલ રૂ.1.40 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી અંકલેશ વિરુધ્ધ અગાઉ 2023માં ભેંસાણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પરપ્રાંતીય મુસાફર ખોટી બસમાં ચડી ગયો, સામાન છૂટી ગયો:કંટ્રોલર-કંડક્ટરે લેપટોપ-પાસપોર્ટ સહિતની બેગ પરત અપાવી, આગળની મુસાફરીમાં પણ મદદ કરી
    Next Article
    સાબરમતી આશ્રમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રક્તદાન યાત્રા:'ફેડરેશન ઓફ બ્લડ બેંક'ની રક્તદાન જાગૃતિ યાત્રા 8મા દિવસે ભાવનગર પહોંચી, 34 જિલ્લામાં ફરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment