Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરપ્રાંતીય મુસાફર ખોટી બસમાં ચડી ગયો, સામાન છૂટી ગયો:કંટ્રોલર-કંડક્ટરે લેપટોપ-પાસપોર્ટ સહિતની બેગ પરત અપાવી, આગળની મુસાફરીમાં પણ મદદ કરી

    8 hours ago

    સુરેન્દ્રનગર બસ સ્ટેશન પર એસ.ટી. કર્મચારીઓની સમયસૂચકતાથી એક પરપ્રાંતીય મુસાફરને તેનો કિંમતી સામાન પાછો મળ્યો, જે ભાષા ન સમજાતાં ખોટી બસમાં ચડી જવાને કારણે છૂટી ગયો હતો. અંજન ડાયસ નામના મુસાફરને અમદાવાદ-માંડવી રૂટની બસમાં જવાનું હતું. ગુજરાતી ન સમજાતાં તેઓ પ્લેટફોર્મ 9 પર ઊભેલી ધંધુકા બસમાં ભૂલથી બેસી ગયા. બસ ઉપડતાં પહેલાં ભૂલ સમજાઈ અને તેઓ નીચે ઉતરી ગયા, પણ બેગ બસમાં જ રહી ગઈ. સામાન છૂટી જતાં મુસાફરે તરત કંટ્રોલર રાણાનો સંપર્ક કર્યો. કંટ્રોલરે તાત્કાલિક કંડક્ટરનો સંપર્ક કરી સામાન સુરક્ષિત રાખવા જણાવ્યું. કંડક્ટરે બેગ સુરક્ષિત રાખી ડેપો પરત પહોંચાડી. રાણાએ મુસાફરને તેનો સામાન પરત સોંપ્યો. મૂળ બસ નીકળી ગઈ હોવાથી, સ્ટાફે તેને ધંધુકા તરફ જતી બીજી બસમાં બેસાડી આગળની મુસાફરીમાં પણ મદદ કરી. મુસાફરે એસ.ટી. સ્ટાફનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    ઓબામાના નજીકના હતા, હવે ટ્રમ્પના ખાસ બન્યા ઝુકરબર્ગ:રાષ્ટ્રપતિએ જેલમાં મોકલવાની ધમકી આપી હતી, હવે સાથે મળીને AIના નિયમો બનાવી રહ્યા છે
    Next Article
    આરોગ્ય શાખાના નામે છેતરપિંડી:ઉપલેટાના લાઠ ગામે મચ્છરની દવા છાંટવાના બહાને ઘરમાં ઘૂસેલી બેલડીએ વૃદ્ધાની માળામાંથી સોનાના કવર કાઢી લીધા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment