Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી આશ્રમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રક્તદાન યાત્રા:'ફેડરેશન ઓફ બ્લડ બેંક'ની રક્તદાન જાગૃતિ યાત્રા 8મા દિવસે ભાવનગર પહોંચી, 34 જિલ્લામાં ફરશે

    8 hours ago

    ગુજરાતમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 'ફેડરેશન ઓફ બ્લડ બેંક' દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરાયેલી વિશેષ જાગૃતિ યાત્રા પોતાના 8મા દિવસે ભાવનગર આવી પહોંચી છે. 1 ઓક્ટોબરે શરૂ થયેલી આ યાત્રા આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે, જે દરમિયાન રાજ્યના તમામ 34 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. ભાવનગરમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ સાથે યોજાઈ મુલાકાત યાત્રાનું નેતૃત્વ કરી રહેલા પ્રેસિડેન્ટ ડો. મનીષ વીરજાએ ભાવનગર ખાતે આયોજકો, સ્વૈચ્છિક રક્તદાતાઓ અને પ્લેટલેટ્સ ડોનર્સ સાથે મુલાકાત કરી આભાર માન્યો હતો. આ યાત્રામાં 100થી વધુ વખત રક્તદાન કરનાર સેન્ચુરિયન ડોનર્સ પણ સક્રિય રીતે જોડાયેલા છે. "મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા" નો સંદેશ ડો. મનીષ વીરજાએ જણાવ્યું કે આ મુહિમનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક સ્વૈચ્છિક રક્તદાતા તૈયાર કરવાનો છે. જે લોકો રક્તદાન કરી શકતા નથી, તેઓ રોડ સેફ્ટી અને થેલેસેમિયા જેવી જાગૃતિ પ્રવૃત્તિઓમાં જોડાઈને પણ યોગદાન આપી શકે છે. આ સાથે ડો. મનીષ વીરજાએ ભાવનગરમાં સ્થાનિક રક્તદાતાઓ સાથે મુલાકાત કરી 'હર ઘર રક્તદાતા'નો સંદેશ આપ્યો હતો. 'ઈ-રક્તકોષ' એપના ઉપયોગ અંગે જાગૃતિ નાગરિકો પોતાના પરિવારનું બ્લડ ગ્રુપ જાણે અને ઈમરજન્સીમાં નજીકની બ્લડ બેંકનો સંપર્ક કરી શકે તે માટે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં રક્તદાન અને રક્તની ઉપલબ્ધતા માટે ભારત સરકારની 'ઈ-રક્તકોષ' એપના ઉપયોગ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય શાખાના નામે છેતરપિંડી:ઉપલેટાના લાઠ ગામે મચ્છરની દવા છાંટવાના બહાને ઘરમાં ઘૂસેલી બેલડીએ વૃદ્ધાની માળામાંથી સોનાના કવર કાઢી લીધા'તા
    Next Article
    'સફારીના રૂટમાં 8થી 10 સિંહ જોવા મળ્યા':સાસણ-ગીરમાં જંગલ સફારીમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રવાસીએ કહ્યું-સવારના સમયે સિંહને જોવાનો અનુભવ અદ્ભુત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment