Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સફારીના રૂટમાં 8થી 10 સિંહ જોવા મળ્યા':સાસણ-ગીરમાં જંગલ સફારીમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રવાસીએ કહ્યું-સવારના સમયે સિંહને જોવાનો અનુભવ અદ્ભુત

    8 hours ago

    ​ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સાસણ-ગીરનું પ્રખ્યાત ઈકો ટુરિઝમ ઝોન આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ભારે સિઝનને ધ્યાનમાં રાખીને ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ રાખવામાં આવતું હોય છે, જેથી વન્યજીવોને પ્રજનન અને શાંતિનો સમય મળી રહે. પરંતુ આ વર્ષે 9 ઓક્ટોબરથી જ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે વહેલું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે પ્રવાસીઓ નિયત રૂટ પર સફારીનો આનંદ માણી રહ્યા છે. ગીરના જંગલોમાં પ્રવાસીઓની ચહલપહલ ​અભ્યારણ્ય ખુલ્લું મુકાતાની સાથે જ ગીરના જંગલોમાં ફરી એકવાર પ્રવાસીઓની ભારે ચહલપહલ અને રોમાંચક માહોલ જોવા મળી રહ્યો છે. એશિયાટીક સિંહોના મુક્ત વિહારને નિહાળવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ઓનલાઈન પરમિટ બુકિંગની પ્રક્રિયા પણ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી, જેથી મુલાકાતીઓ સરળતાથી પોતાના પાસ મેળવીને જંગલમાં પ્રવેશ કરી શક્યા છે. અધિકૃત વેબસાઈટ પરથી સ્લોટ બુકિંગ ​પ્રવાસીઓ ગીર સફારી માટે સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન પરમિટ મેળવી રહ્યા છે. આ માટે વન વિભાગની અધિકૃત વેબસાઈટ પર જઈને પ્રવાસીઓએ પોતાના જરૂરી સ્લોટ અને પરમિટ બુક કરાવવાની રહેશે. વહેલા તે પહેલાના ધોરણે અથવા નિયત સમયપત્રક મુજબ બુકિંગ કરીને પ્રવાસીઓ સુરક્ષિત અને આનંદદાયક વન્યજીવ સફારીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. અધિકારીઓ દ્વારા જીપ્સીને લીલી ઝંડી આપીને સફારીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. 'સફારી દરમિયાન રુટમાં 8થી 10 સિંહ જોવા મળ્યા' ​મોરબીથી ફરવા આવેલા પ્રીતિબેને જણાવ્યું હતું કે, સાથીઓ સાથે આજે જંગલ સફારીની પહેલી સફર પૂરી કરી છે. લોકો સામાન્ય રીતે ગીરમાં સિંહ જોવા માટે વિશેષ આવતા હોય છે અને તેમની આ સફારી દરમિયાન રૂટ્સમાં ખૂબ જ સારી સ્પોટિંગ થઈ છે. તેમને સફારી દરમિયાન આઠથી દસ સિંહ જોવા મળ્યા હતા. ડિપાર્ટમેન્ટ દ્વારા રૂટનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. જે ગાઈડ ફાળવવામાં આવ્યા છે તેઓ ખૂબ જ નોલેજેબલ છે, ડ્રાઈવિંગ પણ ખૂબ સારું છે અને ડ્રાઇવર્સ તથા ગાઇડ તરફથી પૂરો સહકાર મળ્યો છે. તમામ પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ અને સંતોષકારક રહી. 'સવારના સમયે કુદરતી વાતાવરણમાં સિંહને જોવાનો અનુભવ અદ્ભુત' વિરેનભાઈએ જણાવ્યું હતું કે, અમે માત્ર સાસણ ગીર ફરવા માટે આવ્યા હતા, પરંતુ સંજોગોવશાત આજે જ સરકાર તરફથી સફારી પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો હોવાથી અમારે બુકિંગનો અને સવારની પહેલી જ ટ્રીપનો ખૂબ સારો લાભ મળી ગયો. સવારના સમયે કુદરતી વાતાવરણમાં સિંહોને જોવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. અહીં આવીને અમને વારંવાર આવવાનું મન થાય છે. સરકાર તરફથી સિંહ સંવર્ધન અને સિંહ બચાવવા માટે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તથા વન વિભાગના અધિકારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. સ્થાનિક લોકો પણ જંગલની અંદર પ્લાસ્ટિક કે અન્ય કોઈ પ્રદૂષણ ન ફેલાય તેનું પૂરતું ધ્યાન રાખે છે. ગાઇડ દ્વારા પણ દરેક બાબતની સચોટ માહિતી આપવામાં આવે છે. તેમણે આ સફારી દરમિયાન બચ્ચાઓ સાથે 12થી 13 સિંહ જોયા હોવાનું જણાવ્યું હતું અને ઝૂ કે વીડિયોમાં સિંહ જોવાની મજા અને પ્રત્યક્ષ જંગલમાં જઈને સિંહને જોવાની અનુભૂતિ એકદમ અલગ અને રોમાંચક હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી આશ્રમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રક્તદાન યાત્રા:'ફેડરેશન ઓફ બ્લડ બેંક'ની રક્તદાન જાગૃતિ યાત્રા 8મા દિવસે ભાવનગર પહોંચી, 34 જિલ્લામાં ફરશે
    Next Article
    Major GST Reforms Announced | GST પ્રક્રિયામાં મોટા સુધારા | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment