Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના મઢના પદયાત્રી કેમ્પોમાં વહીવટી તંત્રની તપાસ:સ્વચ્છતા જાળવવા અને વાહન પાર્કિંગમાં નિયમોનું પાલન કરવા તાકીદ

    1 day ago

    નખત્રાણા: માતાના મઢ ખાતે મા આશાપુરાનાં દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને નખત્રાણા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રી સેવા કેમ્પોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન માતાના મઢ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોય છે, ત્યારે રસ્તા પર સ્વચ્છતા જળવાઈ રહે, પદયાત્રીઓને યોગ્ય સુવિધાઓ મળે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. માતાના મઢ તરફના માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે વિવિધ સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ અને આયોજકો દ્વારા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં પદયાત્રીઓને ભોજન, પાણી, આરામ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ વ્યવસ્થાઓ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ કચ્છ પોલીસ તંત્રના અધિકારીઓએ પદયાત્રી સેવા કેમ્પો, મા આશાપુરા મંદિર તથા પદયાત્રાના માર્ગની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જ્વલ, ડીવાયએસપી મનિષા દેસાઈ, લખપતના પ્રાંત અધિકારી અક્ષર ઠુમ્મર સહિતના અધિકારીઓ જોડાયા હતા. અધિકારીઓએ વિવિધ કેમ્પોની મુલાકાત લઈને સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને જાહેર માર્ગો પર કચરો ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.કેમ્પોમાંથી નીકળતો કચરો યોગ્ય જગ્યાએ એકત્રિત કરી તેનો નિકાલ કરવાની જવાબદારી સંચાલકોએ નિભાવવાની રહેશે. પ્લાસ્ટિકનાં પાઉચ, પાણીની બોટલો, ઝભલાં અને અન્ય કચરો રસ્તા પર ફેંકવાને બદલે યોગ્ય રીતે નિકાલ કરવા તંત્ર દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. પદયાત્રીઓની અવરજવર દરમિયાન પણ નિયમિત સફાઈ જાળવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પોમાં ચાલતી ખાણીપીણીની વ્યવસ્થાનું પણ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે રસોડાંની સ્વચ્છતા સહિતની બાબતો તપાસવામાં આવી હતી. વાહનોનું મનસ્વી પાર્કિંગ ન થાય અને રસ્તા પર અવરજવરમાં અવરોધ ઊભો ન થાય તે અંગે પણ કેમ્પ સંચાલકોને સૂચિત કરાયા હતા. તંત્રએ પદયાત્રીઓને લાઇનમાં ચાલવા અને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી હતી. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સુરક્ષાની જવાબદારી નિભાવવામાં આવે તો પદયાત્રા વધુ સુવ્યવસ્થિત બની શકે છે. આથી કેમ્પ સંચાલકો, પદયાત્રીઓ અને વાહનચાલકો સૌને નિયમોનું પાલન કરી તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડના રોલામાં પ્રી-નવરાત્રિ મહોત્સવ શરૂ:કીર્તિદાન ગઢવીના સંગીત પર ખેલૈયાઓ ઝૂમ્યા, ત્રણ દિવસ ચાલશે આયોજન
    Next Article
    ભાજપ કોર્પોરેટરે મનપા કમિશનરનું રાજીનામું માંગ્યું:શાહપુરમાં ગટર-પાણી સહિતના વિવિધ કામ ન થતા હોવાનો આક્ષેપ, જીતેન્દ્ર ચોહાણે દૂધેશ્વરમાં આસિ. સીટી ઈજનેરની ઓફિસને તાળું માર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment