Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના રોલામાં પ્રી-નવરાત્રિ મહોત્સવ શરૂ:કીર્તિદાન ગઢવીના સંગીત પર ખેલૈયાઓ ઝૂમ્યા, ત્રણ દિવસ ચાલશે આયોજન

    1 day ago

    વલસાડ તાલુકાના રોલા ગામમાં રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય પ્રી-નવરાત્રી મહોત્સવ શરૂ થયો છે. પહેલા દિવસે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના ગીતો પર ખેલૈયાઓને ગરબે ઘૂમવા માટે ઉત્સાહિત કર્યા. તેમના સંગીતથી ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રી જેવો માહોલ સર્જાયો હતો. આ મહોત્સવમાં વલસાડ અને નવસારી જિલ્લાના યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં રોલા ગામે ગરબા રમવા આવ્યા હતા. રંગબેરંગી કપડાં પહેરીને આવેલા ખેલૈયાઓએ ગરબાના વિવિધ સ્ટેપ્સ સાથે ઉત્સાહથી ગરબા કર્યા. કીર્તિદાન ગઢવીના લોકસંગીત અને ઢોલના તાલે યુવા ખેલૈયાઓનો ઉત્સાહ વધ્યો હતો. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવના પહેલા દિવસથી જ ગરબાપ્રેમીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. આ આયોજનથી નવરાત્રી પહેલા જ રોલા ગામમાં ઉત્સવનો માહોલ બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષના પ્રદર્શનનો ચોથો દિવસ:PM હાઉસ-રાષ્ટ્રપતિ ભવન સુધી જઈ શકે છે, CECના ઘર અને ઓફિસની સુરક્ષા વધારી
    Next Article
    માતાના મઢના પદયાત્રી કેમ્પોમાં વહીવટી તંત્રની તપાસ:સ્વચ્છતા જાળવવા અને વાહન પાર્કિંગમાં નિયમોનું પાલન કરવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment