Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના રાસલોક નવરાત્રિમાં હ્યુમનાઈડ રોબોટે ગરબા કર્યા:ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ, ગીતા રબારીના તાલે જમાવ્યું આકર્ષણ

    16 hours ago

    નવસારીમાં ચાલી રહેલા 'રાસલોક' નવરાત્રિ મહોત્સવમાં આ વર્ષે એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું. લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીના ગીતો પર ખેલૈયાઓ ઉત્સાહમાં હતા, પણ મુખ્ય આકર્ષણ એક માનવ આકારનો રોબોટ બન્યો. તેણે સ્ટેજ પર ગરબા રમીને બધાનું ધ્યાન ખેંચ્યું. આ રોબોટને 'ફ્લેગશિપ' કંપનીના સંચાલક પીનલ બારોટ લાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ રોબોટને ગુજરાતી સંસ્કૃતિ અને ગરબાને નવી પેઢી સામે રજૂ કરવા ખાસ તૈયાર કરાયો છે. તેનો હેતુ યુવા પેઢીને AI અને રોબોટિક્સ વિશે માહિતી આપવાનો છે. આ રોબોટ ચાલી શકે છે, બોલી શકે છે અને માણસની જેમ જ ત્રણ તાલી ગરબા અને રાસ રમી શકે છે. 'રાસલોક'ના આયોજક હર્ષલ મિસ્ત્રીએ કહ્યું કે, આ રોબોટ ગરબાના તમામ ગીતો અને સ્ટેપ્સ જાણે છે. તે ભવિષ્યની પેઢીને રોબોટિક્સમાં કામ કરવા પ્રેરણા આપે છે.
    Click here to Read More
    Previous Article
    ચાર રાજ્યોની 6 બેઠકો પર મતગણતરી શરૂ:તમિલનાડુની બે બેઠકો પર TVK આગળ; બંગાળની નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે મુકાબલો
    Next Article
    પાટણ પંચાયતોમાં કર્મચારીઓની ઘટથી સરકારી યોજનાઓ ખોરંભાઈ:623 મંજૂર મહેકમ સામે 211 જગ્યા ખાલી, જુનિયર ક્લાર્કની 151માંથી 120 જગ્યા ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment