Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર રાજ્યોની 6 બેઠકો પર મતગણતરી શરૂ:તમિલનાડુની બે બેઠકો પર TVK આગળ; બંગાળની નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે મુકાબલો

    19 hours ago

    ચાર રાજ્યોની 6 બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વલણોમાં તમિલનાડુની બંને બેઠકો પર સીએમ વિજયની પાર્ટી TVK આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર, તમિલનાડુની મદુરંતકમ અને ધારાપુરમ, પુડુચેરીની થટ્ટનચાવેંડી વિધાનસભા બેઠકો અને આસામની નગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. 6 ઑક્ટોબરે મતદાન થયું હતું. બંગાળની નંદીગ્રામ અને રેજીનગર બેઠકો પર સૌની નજર છે. નંદીગ્રામમાં TMCના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ જે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું, તેમની ધરપકડ થઈ હતી. જોકે, તેમને ચૂંટણી માટે જામીન મળી ગયા હતા. હવે અહીં BJP અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આસામની નગાંવ લોકસભા બેઠક પર BJPના દેવાશિષ શર્મા, કોંગ્રેસના સિબામોની બોરા અને AIUDF પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. તમિલનાડુમાં ધારાસભ્યોના પક્ષ બદલવાથી પેટાચૂંટણી, અસમમાં સાંસદનું રાજીનામું તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને અસમમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. તમિલનાડુમાં 2 ધારાસભ્યોના પક્ષ બદલવા અને રાજીનામું આપવાથી 2 બેઠકો ખાલી થઈ. પુડુચેરીમાં CM એન. રંગાસામીના 2 બેઠકો પર વિજય બાદ એક બેઠક છોડવાથી પેટાચૂંટણી યોજાઈ. બંગાળમાં પણ CM શુભેન્દુ અધિકારી અને હુમાયૂ કબીરે 2-2 બેઠકો પર ચૂંટણી જીતી. આ પછી તેમણે એક-એક બેઠક છોડવી પડી. તો બીજી તરફ, અસમમાં સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ ધારાસભ્ય બનવા માટે લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની 8 વર્ષની ઇચ્છા પૂર્ણ થશે? આજે મળશે શાંતિનો નોબેલ:કેનેડાના PM દાવેદાર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું નામ પણ ચર્ચામાં
    Next Article
    નવસારીના રાસલોક નવરાત્રિમાં હ્યુમનાઈડ રોબોટે ગરબા કર્યા:ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ, ગીતા રબારીના તાલે જમાવ્યું આકર્ષણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment