Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પની 8 વર્ષની ઇચ્છા પૂર્ણ થશે? આજે મળશે શાંતિનો નોબેલ:કેનેડાના PM દાવેદાર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું નામ પણ ચર્ચામાં

    17 hours ago

    2026ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત આજે નૉર્વેની રાજધાની ઓસ્લોમાં થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 8 વર્ષથી નોબેલ પુરસ્કારની માગ કરી રહ્યા છે. તેમના માટે નોબેલ શાંતિ પુરસ્કારની ચર્ચા 2018માં તેજ બની હતી. તે સમયે ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે વાતચીત કરી હતી. ટ્રમ્પના સમર્થકોએ તેને બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબેએ પણ કથિત રીતે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા હતા. આ વખતે ટ્રમ્પની સાથે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, પોપ લિયો XIV અને અહીં સુધી કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)નું નામ પણ ચર્ચામાં છે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત નૉર્વેની રાજધાની ઓસ્લોમાં થશે. 2018થી નોબેલ પુરસ્કારની માગ કરી રહ્યા છે ટ્રમ્પ 2025ની વિજેતાએ પોતાનું નોબેલ ટ્રમ્પને સોંપ્યું ગયા વર્ષે પણ ટ્રમ્પે ઘણી વખત નોબેલ આપવાની માગ કરી હતી. તેમણે ભારત-પાકિસ્તાન સહિત 8 યુદ્ધો અટકાવવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પ પોતે ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમણે શાંતિ માટે કામ કર્યું છે અને તેમને નોબેલ મળવો જોઈએ. 2025નો પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને મળ્યો હતો. બાદમાં મચાડોએ પોતાનું નોબેલ મેડલ ટ્રમ્પને સોંપી દીધું. તેમણે તેને વેનેઝુએલાની આઝાદી માટે ટ્રમ્પના સમર્થનના સન્માન તરીકે ગણાવ્યું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું નામ કેમ ચર્ચામાં આવ્યું આ વર્ષની નોબેલ દોડમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું નામ સૌથી અલગ છે. ISS પર અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને કેનેડાના અવકાશયાત્રીઓ સાથે મળીને કામ કરે છે. પૃથ્વી પર આ દેશો વચ્ચે રાજકીય તણાવ અને મતભેદો છે, પરંતુ અવકાશ સ્ટેશન પર તેમના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરે છે. ઓસ્લો પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક હાકોન જેર્લોવે તેને આંતરરાષ્ટ્રીય સહકારનું ઉદાહરણ ગણાવ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં આવેલું છે. તે લગભગ 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે. સુદાનનું સામાન્ય લોકોનું નેટવર્ક પણ દાવેદાર સુદાનના ઇમરજન્સી રિસ્પોન્સ રૂમ્સ (ERR)નું નામ પણ પ્રમુખ દાવેદારોમાં છે. 2023માં સુદાનમાં ગૃહયુદ્ધ શરૂ થયા બાદ વિદેશી રાહતકર્મીઓ મોટી સંખ્યામાં દેશ છોડીને જતા રહ્યા. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારોમાં રાહતનું કામ જાતે સંભાળ્યું. તેઓએ સામુદાયિક રસોડાં અને ક્લિનિકો ચલાવ્યાં. વિદેશમાં રહેતા સુદાનીઓએ પણ પૈસા મોકલીને આ અભિયાનોમાં મદદ કરી. આંતરરાષ્ટ્રીય સહાય ઓછી હોવા છતાં આ નેટવર્ક લોકો સુધી જરૂરી મદદ પહોંચાડતું રહ્યું. શાંતિનું નોબેલ સ્વીડનને બદલે નોર્વેમાં કેમ? નોબેલના બાકીના પુરસ્કારો સ્વીડનમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનું નોબેલ નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવે છે. તેની પાછળનું કારણ આશરે 130 વર્ષ જૂનું છે. આ વ્યવસ્થા ખુદ અલ્ફ્રેડ નોબેલે પોતાની વસિયતમાં નક્કી કરી હતી. 1895માં લખેલી પોતાની વસિયતમાં નોબેલે નક્કી કર્યું હતું કે શાંતિ પુરસ્કારનો નિર્ણય નોર્વેની સંસદ દ્વારા ચૂંટાયેલી સમિતિ કરશે. તે સમયે સ્વીડન અને નોર્વે એક જ રાજાના શાસન હેઠળ હતાં, જોકે બંનેની પોતાની સંસદ અને અલગ રાજકીય વ્યવસ્થા હતી. નોબેલે એ જણાવ્યું નહોતું કે શાંતિ પુરસ્કાર માટે તેમણે નોર્વેને જ કેમ પસંદ કર્યું હતું. નોબેલનું 1896માં અવસાન થયું અને 1901થી પુરસ્કારો આપવામાં આવવા લાગ્યા. તે સમયે સ્વીડન અને નોર્વે એક સંઘમાં હતાં. 1905માં બંને દેશો અલગ થઈ ગયા, પરંતુ નોબેલની વસિયતમાં શાંતિ પુરસ્કાર માટે નોર્વેને આપવામાં આવેલી જવાબદારી ચાલુ રહી. આ જ કારણે આજે પણ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય અને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારો સ્વીડનમાં, જ્યારે શાંતિનો નોબેલ પુરસ્કાર નોર્વેમાં આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    મસ્કે પૂછ્યું- શું અંબાણી જ અસલી બોસ છે:સ્ટારલિંકને ભારતમાં લાઇસન્સ કેમ નથી મળતું; રાહુલે કહ્યું- વેલકમ ઈલોન, મસ્કે કહ્યું- આભાર, રાહુલ
    Next Article
    ચાર રાજ્યોની 6 બેઠકો પર મતગણતરી શરૂ:તમિલનાડુની બે બેઠકો પર TVK આગળ; બંગાળની નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે મુકાબલો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment