Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પંચાયતોમાં કર્મચારીઓની ઘટથી સરકારી યોજનાઓ ખોરંભાઈ:623 મંજૂર મહેકમ સામે 211 જગ્યા ખાલી, જુનિયર ક્લાર્કની 151માંથી 120 જગ્યા ખાલી

    15 hours ago

    પાટણ જિલ્લા પંચાયત અને જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કાયમી સરકારી કર્મચારીઓની મોટા પાયે ઘટ સર્જાતાં સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. 4 મહત્વની કેડરોમાં મંજૂર થયેલા 623ના મહેકમ સામે 211 જગ્યાઓ ખાલી પડી છે, જેના પગલે ઉપલબ્ધ કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે અને વહીવટી કામગીરી મંદ પડી છે. પાટણ જિલ્લા પંચાયત કચેરી અને 9 તાલુકા પંચાયતોમાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે જરૂરી એવા સ્ટાફની લાંબા સમયથી અછત વર્તાઈ રહી છે. કર્મચારીઓની ઘટને કારણે હાલમાં ફરજ પર રહેલા એક-એક કર્મચારીને પાંચ-પાંચ ટેબલનો કાર્યભાર સંભાળવો પડી રહ્યો છે, જેના લીધે કર્મચારીઓ શારીરિક અને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનર કચેરી ખાતે કાયમી જગ્યાઓ ભરવા અવારનવાર માંગણા પત્રકો મોકલવામાં આવ્યા હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોથી મહેકમ મુજબની ભરતી કરવામાં આવી નથી. જિલ્લા પંચાયત હસ્તકની 4 મુખ્ય કેડરોમાં ખાલી જગ્યાઓની વિગતો અનુસાર, નાયબ ચીટનીસની મંજૂર 32 જગ્યાઓ સામે માત્ર 18 ભરાયેલી છે અને 14 ખાલી છે. સિનિયર ક્લાર્કની 93 મંજૂર જગ્યાઓ સામે 58 ભરાયેલી છે જ્યારે 35 જગ્યાઓ ખાલી પડી છે. સૌથી વધુ વિકટ સ્થિતિ જુનિયર ક્લાર્કની કેડરમાં જોવા મળી રહી છે, જ્યાં 151 મંજૂર જગ્યાઓ સામે માત્ર 31 જગ્યાઓ જ ભરાયેલી છે અને 120 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે વહીવટ ચલાવતા પંચાયત તલાટીની 347 મંજૂર જગ્યાઓ સામે 305 ભરાયેલી છે અને 42 જગ્યાઓ ખાલી છે. આમ, સમગ્ર જિલ્લામાં ચારેય કેડરની કુલ 623 મંજૂર જગ્યાઓ સામે 412 કર્મચારીઓ જ ફરજ પર છે અને 211 મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. મહત્વની જગ્યાઓ પર સ્ટાફ ન હોવાથી કચેરીઓમાં સરકારી કામકાજ અને યોજનાઓના અમલીકરણની ગતિ ધીમી પડી છે, જેને પગલે પંચાયત તંત્રમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ તાકીદે ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના રાસલોક નવરાત્રિમાં હ્યુમનાઈડ રોબોટે ગરબા કર્યા:ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ, ગીતા રબારીના તાલે જમાવ્યું આકર્ષણ
    Next Article
    Navratri 2026: Which Spices Are Not Allowed During Fasting?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment