Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:જાપાનના ઓસાકામાં ગુંજશે કચ્છી અજરખ કળાનો ડંકો બ્લોકથી થતી પરંપરાગત છપાઈનું જીવંત પ્રદર્શન કરાશે

    13 hours ago

    કચ્છની વિશ્વવિખ્યાત પરંપરાગત હસ્તકળા ‘અજરખ પ્રિન્ટિંગ’ હવે જાપાનની ધરતી પર પોતાનો કસબ પાથરશે. જાપાનના ઓસાકા ખાતે તા. 9 થી 18 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારા ‘15મા કોબે ઈન્ડિયા મેળા’ માં કચ્છના ધમડકાના ખ્યાતનામ અજરખ કસબી ખત્રી ઈબ્રાહિમ ઈશાભાઈની વિશેષ પસંદગી કરવામાં આવી છે. ઓસાકા-કોબે સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત, કેન્દ્રીય કાપડ મંત્રાલયના ડેવલપમેન્ટ કમિશનર (હેન્ડીક્રાફ્ટ્સ) દ્વારા સમર્થિત અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડીક્રાફ્ટ્સ (EPCH) ના અમલીકરણ હેઠળ આ આંતરરાષ્ટ્રીય મેળાનું આયોજન કરાયું છે. આ મેળાના ખાસ આકર્ષણરૂપે ભારતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કારીગરો દ્વારા પરંપરાગત હસ્તકળાનું જીવંત પ્રદર્શન રજૂ કરવામાં આવશે. જેમાં વર્ષ 2007ના નેશનલ એવોર્ડ વિજેતા ખત્રી ઈબ્રાહિમ ઈશાભાઈ કચ્છી અજરખ કળાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી જાપાનીઝ નાગરિકો અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આ પ્રાચીન કળાથી રૂબરૂ કરાવશે. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નેશનલ એવોર્ડી ખ્વાજા નઝીર અલી કાશ્મીરી ‘સોઝની શાલ’ કળાનું પ્રદર્શન કરશે. અજરખ પ્રિન્ટિંગને જાણો અજરખ પ્રિન્ટિંગ એ લાકડાના બ્લોક વડે કાપડની બંને બાજુએ થતી અત્યંત જટિલ અને પરંપરાગત છપાઈ કળા છે. જેમાં કાપડને ઊંટના છાણ, સીંગતેલ, સાજીખાર અને હરડેના મિશ્રણમાં પલાળીને તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ લોખંડનો કાટ, ચણાનો લોટ, ગોળ, આમલીના બીજનો પાવડર, ચૂનો, બાવળનો ગુંદર તેમજ ગળી અને એલિઝરીન જેવા સંપૂર્ણ કુદરતી રંગોની પેસ્ટ બનાવીને હાથ વડે બ્લોક પ્રિન્ટિંગ કરવામાં આવે છે. વૈશ્વિક મંચ પર કચ્છની આ ભાતીગળ કળાની પસંદગી થતાં સમગ્ર કચ્છના હસ્તકળા જગતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામની નકલી આઈડીથી ઠગાઈનો ખેલ:મહિલા આશ્રમ પાછળ 5 ચીટર 1.50 કરોડના સોનાના બિસ્કીટ સાથે પકડાયા
    Next Article
    શેખપીર અને આરટીઓ સર્કલ પાસે બેરિકેટ્સને કારણે રાહત હતી:પોલીસે પદયાત્રીઓ માટે સુરક્ષાકવચ ઊભું કર્યું, વેપારીઓ-ટ્રાવેલર્સે ‘લાભ’ ખાતર હટાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment