Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેખપીર અને આરટીઓ સર્કલ પાસે બેરિકેટ્સને કારણે રાહત હતી:પોલીસે પદયાત્રીઓ માટે સુરક્ષાકવચ ઊભું કર્યું, વેપારીઓ-ટ્રાવેલર્સે ‘લાભ’ ખાતર હટાવ્યું

    13 hours ago

    માતાના મઢ તરફ જતાં લાખો પદયાત્રીઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસની ટ્રાફિક શાખા દ્વારા પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું હતું. શેખપીર અને આરટીઓ સર્કલ જેવા અતિ ટ્રાફિકવાળા અને સાંકડા રસ્તાઓ પર રાત્રિના સમયે પણ દૂરથી દેખાય તેવા રેડિયમવાળા એક્રેલિક બેરિકેટ્સ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ, ટ્રાવેલ્સ સંચાલકો અને સ્થાનિક વેપારીઓએ પોતાના અંગત સ્વાર્થ અને વાહનો ઘુસાડવા માટે માત્ર એક જ દિવસમાં આ બેરિકેટ્સ ઉખાડીને ફેંકી દેતાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ. કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે દર્શનાર્થે જતા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ વિભાગે સરાહનીય આયોજન કર્યું હતું. ટ્રાફિક વિભાગે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને રોડની મર્યાદા અને દિશા સ્પષ્ટ દેખાય તે માટે શેખપીર પાસે તેમજ આરટીઓ સર્કલ પહેલાંના કોમર્શિયલ કોમ્પ્લેક્સ નજીક રેડિયમ કોટેડ એક્રેલિક બેરિકેટ્સ મૂક્યા હતા. આ વ્યવસ્થાથી પદયાત્રીઓ માટે એક સુરક્ષિત કવચ તૈયાર થયું હતું. પરંતુ, શિસ્ત અને સુરક્ષા પર સ્વાર્થ ભારે પડ્યો હોય તેમ ટ્રાવેલ્સની ઓફિસોના સંચાલકો અને આસપાસના દુકાનદારોએ પોતાની તોતિંગ લક્ઝરી બસો અને વાહનો કોમ્પ્લેક્સની અંદર સુધી લાવી શકાય તે માટે આ તમામ બેરિકેટ્સને રસ્તા પરથી ઉખાડીને બાજુમાં ફેંકી દીધા છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પણ રસ્તા પર કોઈ કરુણ અકસ્માત સર્જાય છે, ત્યારે આ જ વેપારીઓ અને લોકો ‘પોલીસ કોઈ કામગીરી કરતી નથી’ કહીને પોલીસ પ્રશાસન પર માછલાં ધોવા લાગી જાય છે. પદયાત્રા દરમિયાન રાત્રિ સુરક્ષા કેમ મહત્વની? • દ્રશ્યતા (Visibility) નો અભાવ: હાઇવે પર રાત્રિના સમયે અંધારાને કારણે સામેથી આવતા પગપાળા યાત્રાળુઓ વાહનચાલકોને ઝડપથી દેખાતા નથી. • રેડિયમ બેરિકેટ્સની ભૂમિકા: રેડિયમ પર વાહનની લાઇટ પડતાં જ તે ચમકે છે, જેથી 100 થી 200 મીટર દૂરથી જ વાહનચાલકને સ્પીડ ધીમી કરવાનો સંકેત મળી જાય છે. • અકસ્માતમાં 60% નો ઘટાડો: ટ્રાફિક રિસર્ચ મુજબ આવા ડાયવર્ઝન અને રેડિયમ બેરિકેટ્સથી હાઇવે પરના રાત્રિ અકસ્માતોમાં 50 થી 60 ટકા સુધીનો ઘટાડો થાય છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:જાપાનના ઓસાકામાં ગુંજશે કચ્છી અજરખ કળાનો ડંકો બ્લોકથી થતી પરંપરાગત છપાઈનું જીવંત પ્રદર્શન કરાશે
    Next Article
    'Terrorising': Mamdani Slams ICE Agents After Man Shot In New York City

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment