Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામની નકલી આઈડીથી ઠગાઈનો ખેલ:મહિલા આશ્રમ પાછળ 5 ચીટર 1.50 કરોડના સોનાના બિસ્કીટ સાથે પકડાયા

    8 hours ago

    સોશિયલ મીડિયાના માધ્યમથી ભુજના ચીટરોએ દેશના દરેક ખૂણે સસ્તા સોનાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાના બનાવો સામે આવી ચુક્યા છે તેવામાં હવે છેતરપિંડી આચરતી વધુ એક ગેંગ સામે એલસીબીએ મોટી સફળતા મેળવી છે. જેમાં લોભામણી જાહેરાતોથી લોકોને ઠગવાનો પ્રયાસ કરતી પાંચ શખ્સોની ગેંગને 1 કિલો અસલી સોનાના 10 બિસ્કીટ અને નકલી સોનાના બિસ્કિટ સહીત 1.62 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પીઆઇ એ.એમ. મકવાણા તથા તેમની ટીમે સોશિયલ મીડિયામાં છેતરપિંડી આચરતા તત્વો સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીને આધારે એલસીબીના સ્ટાફે ભુજના નાગોર રોડ પર મહિલા આશ્રમ પાછળ આવેલ ગીતા કોટેજના સાર્વજનિક પ્લોટ પાસેના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી સુલતાન સુલેમાન કુંભાર (રહે. ગીતા કોટેજ, નાગોર રોડ, ભુજ), બસીર હાસમ કાતીયર (રહે. ગાંધીનગરી, ભુજ), સાજીદ સુલેમાન કુંભાર (રહે. ગીતા કોટેજ, નાગોર રોડ, ભુજ), અસગર સુલેમાન કાતીયર (રહે. ગીતા કોટેજ-1, ભુજ) અને ફહીમ અલીમામદ સોઢા (રહે. જીલાણીનગર, ભુજ)ને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 કરોડના અસલી સોનાના 10 બિસ્કિટ, નકલી સોનાના 15 બિસ્કિટ, હ્યુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ 18 BP 5561,ટુ-વ્હીલર ૩, મોબાઇલ 9 અને રોકડ રૂપિયા 4300 સહીત કુલ 1,62,44,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઠગાઈનો ભોગ બનેલાનો સંપર્ક કરવા તજવીજ સમગ્ર મામલે એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,ચીટર ગેંગનો મુખ્ય આરોપી સુલતાન સુલેમાન કુંભાર છે. જેની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી મોબાઈલ તપાસતા આરોપીઓએ છેલ્લા 6 મહિના દરમિયાન અલગ અલગ રાજ્યના 20 જેટલા લોકોને સસ્તા સોનાની જાળમાં ફસાવ્યા છે અને તેમની પાસેથી રૂપિયા 4 કરોડ જેટલી રકમ પડાવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. નાગોર રોડ પર આરોપીઓએ ઓફીસ બનાવેલી હતી અને વધુ એક ઠગાઈ કરવાની ફિરાકમાં હતા. જોકે તેમની પાસેથી સસ્તા ભાવે સોનાની ખરીદી કરવા માટે કોણ આવવાનો હતો અને ક્યારે આવવાનો હતો તે આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે.હાલ આ મામલે ચીટર ગેંગની વધુ તપાસ કરવાની સાથે ઠગાઈનો ભોગ બનેલા લોકોનું સંપર્ક કરવા અને ગુનો દાખલ કરવા સહીતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામની નકલી આઈડીથી ઠગાઈનો ખેલ આરોપી ચીટરોએ ઇન્સ્ટાગ્રામ પર madhav571 નામના યુઝરનેમથી ફેક આઇડી બનાવી હતી. તેમાં સસ્તા સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણી નોટોના વીડિયો તેમજ ફોટો પોસ્ટ કરી લોકોને વિશ્વાસમાં લેવા માટે લોભામણી જાહેરાત કરેલી હતી.જેના થકી ઠગાઈ આચરી રૂપિયા પડાવવાનો ખેલ ચાલી રહ્યો હતો.જે બાબતે પોલીસ દ્વારા તપાસ કરી આરોપી ગેંગને ઝડપી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તળેલી ચીજોને બદલે પ્રોટીન-ફાઇબરયુક્ત ફળાહાર લેવા અનુરોધ:નવરાત્રિમાં ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું નહીં, આહારનું અનુશાસન
    Next Article
    સિટી એન્કર:જાપાનના ઓસાકામાં ગુંજશે કચ્છી અજરખ કળાનો ડંકો બ્લોકથી થતી પરંપરાગત છપાઈનું જીવંત પ્રદર્શન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment