Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળેલી ચીજોને બદલે પ્રોટીન-ફાઇબરયુક્ત ફળાહાર લેવા અનુરોધ:નવરાત્રિમાં ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું નહીં, આહારનું અનુશાસન

    8 hours ago

    આસો નવરાત્રિના પ્રારંભે માઈભક્તોમાં ઉપવાસ, એકટાણા અને વ્રતનું પણ વિશેષ માહાત્મ્ય રહેલું છે. ત્યારે ઉપવાસ દરમિયાન માત્ર ભૂખ્યા રહેવાને બદલે શરીરને અનુરૂપ આહારનું અનુશાસન જાળવવું જરૂરી હોવાનું અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના ડાયેટિશિયન્સે જણાવ્યું છે. વ્રતમાં ‘શું ખાવું’ તેના કરતાં ‘શરીરને જરૂરી પોષણ કેવી રીતે આપવું’ તે વધુ મહત્વનું છે. આહારશાસ્ત્રી તન્વી મજેઠીયા અને પૃથ્વી લખલાણીના જણાવ્યા અનુસાર, જો વ્રત પરંપરામાં અનુમતિ હોય તો ફાઇબરયુક્ત અન્ન શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ ફળાહારમાં વધુ પડતા બટેટા ખાવાને બદલે દહીં, છાશ અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. જ્યારે ડાયેટિશિયન ઉર્વી મોતાએ આસ્થાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપતાં કહ્યું હતું કે, તળેલી ચીજોથી દૂર રહીને શરીરમાં પ્રોટીન જળવાઈ રહે તેવો ફળાહાર અને લીલા શાકભાજી લેવા જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ અને નમકનું પ્રમાણ તબીબી સલાહ મુજબ જ રાખવું. ફળાહારમાં પોષકતત્વોનું સંતુલન કેમ જાળવવું? પ્રોટીન: દૂધ, દહીં, પનીર તેમજ મર્યાદિત માત્રામાં ઘીમાં શેકેલા મખાના, મગફળી અને ખજૂર. ફાઇબર અને વિટામિન્સ: કાકડી, ટામેટાં, દૂધી અને લીલા શાકભાજી તથા ફળોમાં સફરજન, નાસপাતી, પપૈયું અને સંતરા. કાર્બોહાઈડ્રેટ અને ઓમેગા: મોરૈયો (સામો) અને રાજગરાનો પ્રમાણસર શીરો તેમજ બદામ, અખરોટ, ચિયા સીડ્સ અને અળસી.
    Click here to Read More
    Previous Article
    45 લાખની વસૂલાત માટે 8 ટીમો જોડાઈ:PGVCLના સિટી-2 વિસ્તારના બાકી બિલ સામે કાર્યવાહી કરાઇ
    Next Article
    આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામની નકલી આઈડીથી ઠગાઈનો ખેલ:મહિલા આશ્રમ પાછળ 5 ચીટર 1.50 કરોડના સોનાના બિસ્કીટ સાથે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment