Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કામ ન થતું હોય તો રાજીનામું આપી દો':પીવાના પાણીની ગંભીર અછતને લઈ વિજયનગરના રહીશોનો ઉધના ઝોન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

    11 hours ago

    સુરત શહેરના સાઉથ ઝોન-A વિસ્તારમાં આવેલી વિજયનગર-1 સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની અત્યંત ગંભીર સમસ્યા સર્જાઈ છે. તંત્ર દ્વારા લાખો-કરોડો રૂપિયાના ખર્ચે નવી પાણીની લાઈન નાખવામાં આવી હોવા છતાં સ્થાનિક રહીશોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું નથી. જૂની અને નવી લાઈનનું યોગ્ય જોડાણ ન થવાના કારણે આશરે 500 જેટલા પ્લોટના રહીશો પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને વાત ન પહોંચતાં આખરે રોષે ભરાયેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સાઉથ ઝોન-A કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી ધરણાં પર બેસી ગયા હતા. નવી પાઇપલાઇન નંખાઈ છતાં પાણી ન મળતાં 500 પરિવારો મુશ્કેલીમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં પાલિકા તંત્ર દ્વારા નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. જોકે, આ નવી લાઈન શરૂ ન થતાં અને જૂની લાઈનોનું વ્યવસ્થિત જોડાણ ન કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી આ હાલાકીને કારણે આશરે 500 પ્લોટના હજારો રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર સ્થળ મુલાકાતના બહાના કાઢીને સમય પસાર કરતા હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. 'સ્નાન કરવા પણ સગા-સંબંધીઓના ઘરે જવું પડે છે' - આંદોલનમાં જોડાયેલા સ્થાનિક રહીશ રાવસાહેબ ગિરાસેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "છેલ્લા દોઢ મહિનાથી સોસાયટીમાં નવી પાઇપલાઇન નંખાયા બાદ પણ યોગ્ય જોડાણ ન થવાને કારણે પાણી મળતું નથી. 500 પ્લોટના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને દૈનિક જરૂરિયાત અને સ્નાન કરવા માટે પણ ઘર છોડીને ભેસ્તાન કે પાંડેસરા જેવા અન્ય વિસ્તારોમાં સગા-સંબંધીઓના ઘરે જવું પડે છે. પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને વેરા બિલ ઘરે-ઘરે નિયમિત પહોંચાડી દે છે, પરંતુ મૂળભૂત સુવિધા સમાન પીવાનું પાણી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે." ત્રણ દિવસથી એક ટીપુંય પાણી નથી, મોટરો પણ બળી ગઈ તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે નળમાં એક ટીપું પણ પાણી આવતું નથી. પાણી ખેંચવાના પ્રયાસોમાં અનેક રહીશોના ઘરોની પાણીની મોટરો પણ બળી ગઈ છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, "જો અધિકારીઓ સામાન્ય કામગીરી પણ ન કરી શકતા હોય તો રાજીનામું આપી દે. જ્યાં સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અમે ઝોન કચેરી છોડીને જઈશું નહીં." રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે નિયમિત અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવી સિવિલમાં મહારાષ્ટ્રના ખેડૂતનું સફળ હિપ રિપ્લેસમેન્ટ:70% ગોળો ઘસાઈ ગયો હતો, ડોક્ટરોની ટીમે દોઢ કલાક ચાલેલી જટિલ સર્જરી કરી દર્દીને પીડા મુક્ત કર્યા
    Next Article
    નવરાત્રી-દિવાળી પર્વે સુરત ઝળહળશે:મહિલા સુરક્ષા પર વિશેષ ભાર, નિર્જન સ્થળોએ બંધ લાઈટો ચાલુ કરવા અને લટકતા કેબલો સામે કાયદેસર કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment