Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી-દિવાળી પર્વે સુરત ઝળહળશે:મહિલા સુરક્ષા પર વિશેષ ભાર, નિર્જન સ્થળોએ બંધ લાઈટો ચાલુ કરવા અને લટકતા કેબલો સામે કાયદેસર કાર્યવાહી કરાશે

    11 hours ago

    આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના લાઈટ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં રોશની તેમજ સલામતી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ગરબે ઘૂમવા નીકળતી મહિલાઓ અને ખેલૈયાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે લાઈટ અને ફાયર કમિટીના ચેરમેન સોનુબેન આંબલીયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને શહેરભરમાં લાઈટોની મરામત અને સુરક્ષા વ્યવસ્થાને લગતી કડક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ સ્થળોએ લાઇટો લગાવાશે બેઠક દરમિયાન સોનુબેન આંબલીયાએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન મહિલાઓ નિર્ભયપણે અવરજવર કરી શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાત્રિ રોશની અત્યંત મહત્વપૂર્ણ છે. આથી શહેરના તમામ ઝોનમાં આવેલા ઓવરબ્રિજ, બ્રિજની નીચે તેમજ સાઈડના ભાગો, સાઈલન્ટ ઝોન, પાળા વિસ્તારો તેમજ અવાવરૂ અને નિર્જન જગ્યાઓ પર જ્યાં પણ લાઈટો બંધ હોય તેનો તાત્કાલિક સર્વે કરી યુદ્ધના ધોરણે રીપેરિંગ કામ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જે પણ વિસ્તારમાં અંધારપટ રહેતો હોય ત્યાં તાત્કાલિક ધોરણે લાઈટો શરૂ કરવાની કડક તાકીદ કરવામાં આવી છે. ઝાંખો પ્રકાશ આપતી લાઈટો બદલાશે આ ઉપરાંત આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરને નવી રોશનીથી શણગારવા અંગે પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. દર વર્ષે સુરત શહેરમાં આકર્ષક ડેકોરેશન કરવામાં આવે છે. પરંતુ આ વખતે ‘નવી થીમ આધારિત’ ડેકોરેશન સાથે અદ્યતન લાઈટો લાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. વર્ષો જૂની પીળી પડી ગયેલી કે ઝાંખો પ્રકાશ આપતી લાઈટો શોધીને તેના સ્થાને નવી ગુણવત્તાયુક્ત લાઈટો લગાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવા જણાવાયું છે. જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં જોખમી રીતે લટકતા કેબલો અને વીજ વાયરોથી અકસ્માત સર્જાવાની સંભાવના રહેતી હોવાથી, આવા વાયરો તાત્કાલિક દૂર કરવા અને સંબંધિતો સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. સાથે જ ચોમાસાની વિદાય બાદ કાટ લાગી ગયેલા વીજ પોલનું નિરીક્ષણ કરી ત્યાં તાકીદે રંગકામ અને જરૂરી મરામત પૂર્ણ કરવા જણાવાયું છે. તહેવારો દરમિયાન શહેરીજનો, ખાસ કરીને મહિલાઓને સલામત વાતાવરણ અને ઝળહળતી રોશની મળી રહે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    'કામ ન થતું હોય તો રાજીનામું આપી દો':પીવાના પાણીની ગંભીર અછતને લઈ વિજયનગરના રહીશોનો ઉધના ઝોન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન
    Next Article
    "Shinzo Abe Had Many Plans For World": Wife Breaks Down At NDTV Summit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment