Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી સિવિલમાં મહારાષ્ટ્રના ખેડૂતનું સફળ હિપ રિપ્લેસમેન્ટ:70% ગોળો ઘસાઈ ગયો હતો, ડોક્ટરોની ટીમે દોઢ કલાક ચાલેલી જટિલ સર્જરી કરી દર્દીને પીડા મુક્ત કર્યા

    12 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ છે. મહારાષ્ટ્રના એક સામાન્ય ખેડૂતને થાપાનો ગોળો સુકાઈ જવાની ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવવામાં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને મોટી સફળતા મળી છે. જમણા થાપાનો ગોળો 60થી 70 ટકા સુધી ઘસાઈ જતાં અસહ્ય દુખાવાથી પીડાતા આ ખેડૂતનું હિપ રિપ્લેસમેન્ટનું અત્યંત જટિલ ઓપરેશન તબીબોએ વિનામૂલ્યે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. મુંબઈ-પુણેમાં સારવાર કરાવી છતાં રાહત ન મળી હારાષ્ટ્રના મોહાડી ગામના રહેવાસી ગજાનંદભાઈ હરિભાઈ સરતાલે ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019માં તેમને ડાબા થાપામાં તકલીફ ઊભી થતાં તેમણે મુંબઈ, નાસિક અને પુણે જેવા મોટા શહેરોની હોસ્પિટલોમાં તપાસ કરાવી સારવાર લીધી હતી. જોકે, થોડા સમય બાદ તેમના જમણા થાપામાં પણ અસહ્ય દુખાવો શરૂ થયો હતો. તપાસમાં ‘એવેસ્ક્યુલર નેક્રોસિસ’ નામની બીમારી સામે આવી દુખાવો વધતાં કરાયેલી તબીબી તપાસમાં સામે આવ્યું કે દર્દી ‘Avascular Necrosis of Hip’ એટલે કે થાપાનો ગોળો સુકાઈ જવાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારીના કારણે તેમના જમણા થાપાનો ગોળો લગભગ 60થી 70 ટકા જેટલો ખરાબ થઈ ચૂક્યો હતો અને તેમનું ચાલવું-હરવું મુશ્કેલ બની ગયું હતું. આખરે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેઓ સારવારની આશા સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સર્જરીનો નિર્ણય સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગની તજજ્ઞ ટીમે દર્દીના તમામ રિપોર્ટ્સ ચકાસી તાત્કાલિક હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. દોઢ કલાકની જટિલ સર્જરી બાદ દર્દી પીડામુક્ત બન્યા ઓર્થોપેડિક વિભાગના યુનિટ હેડ ડૉ. મનીષ પટેલ, સિનિયર રેસિડેન્ટ ડૉ. અહેસાન અલી અને ડૉ. મિહિર પરડવાની ટીમે દોઢ કલાક સુધી ચાલેલી અત્યંત જટિલ સર્જરી બાદ જમણા થાપાના ગોળાનું સફળતાપૂર્વક રિપ્લેસમેન્ટ કર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્ટાફ નર્સ સંજય પરમાર અને બિપીનભાઈએ હોસ્પિટલ તંત્ર અને દર્દી વચ્ચે ઉત્તમ સંકલન પૂરું પાડ્યું હતું. ખાનગીમાં ₹2.50થી 3 લાખનો ખર્ચ, સિવિલમાં મફત સારવાર ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હરિ મેનને જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર મહિને સરેરાશ 20થી 25 જેટલી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી માટે અંદાજે ₹2.50 લાખથી ₹3 લાખ સુધીનો જંગી ખર્ચ થતો હોય છે, જે એક સામાન્ય ખેડૂત પરિવાર માટે વહન કરવો અશક્ય હોય છે. નવી સિવિલમાં આ સર્જરી વિનામૂલ્યે થતાં ગજાનંદભાઈ અને તેમના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ 17 હજાર સુધી મોંઘી:ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ વધુ ચાર્જ, કારણ મોંઘું ઈંધણ; ઈન્ડિગો પહેલેથી જ ભાડું વધારી ચૂકી છે
    Next Article
    'કામ ન થતું હોય તો રાજીનામું આપી દો':પીવાના પાણીની ગંભીર અછતને લઈ વિજયનગરના રહીશોનો ઉધના ઝોન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment