Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં ‘ઇન્ડિયા’ના સાંસદો પર કાર્યવાહીના વિરોધમાં વલસાડ કોંગ્રેસે રેલી યોજી:પોલીસ - કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મહિલા કાર્યકરોએ ચક્કાજામ કર્યો; અટકાયત કરાઈ

    1 day ago

    દિલ્હી ખાતે રાહુલ ગાંધી અને 'ઇન્ડિયા' ગઠબંધનના સાંસદો પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી લાયબ્રેરી સુધી નીકળેલી રેલી દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિરોધકર્તાઓને રોકવાનો પ્રયાસ કરતા મહિલા કાર્યકરો રસ્તા પર બેસી ગઈ હતી, જેના પરિણામે વહીવટી તંત્રએ જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરોના અટકાયતી પગલાં ભરી પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા. કોંગ્રેસની વિરોધ રેલી અને ઘર્ષણ દિલ્હીમાં રાહુલ ગાંધી અને 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ પર થયેલી પોલીસ કાર્યવાહી સામે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલી આ રેલી ગાંધી લાયબ્રેરી તરફ આગળ વધી રહી હતી ત્યારે પોલીસે તેમને વચ્ચે જ અટકાવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. મહિલા કાર્યકરોનો વિરોધ અને અટકાયત પોલીસ દ્વારા રેલીને આગળ વધતી રોકવામાં આવતા વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરો રસ્તા પર જ બેસી ગઈ હતી. આ પરિસ્થિતિને પગલે પોલીસે જિલ્લા પ્રમુખ કિસન પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામ વિરોધકર્તાઓને તુરંત જ પોલીસ વાહનમાં બેસાડીને નજીકના પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા. સરકાર સામે ગંભીર આક્ષેપો જિલ્લા પ્રમુખ કિસન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખડગેજી, રાહુલ ગાંધી અને પ્રિયંકાજી સહિતના શીર્ષ નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને EVMમાં થતી ગડબડી સામે અવાજ ઉઠાવનારા વિપક્ષી નેતાઓના અવાજને દબાવવાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. ટ્રાફિક પર અસર અને લડત ચાલુ રાખવા હાકલ કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ અને 'ઇન્ડિયા' ગઠબંધન દેશભરમાં નિષ્પક્ષ ચૂંટણીની માગ સાથે પોતાની લડત ચાલુ જ રાખશે. આ વિરોધ પ્રદર્શન અને ચક્કાજામને કારણે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી
    Click here to Read More
    Previous Article
    શનિવારે તરસમીયા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં 8થી 9 કલાક પાણી કાપ:બુધેલ સંપથી આવતી મહી-પરીએજ પાઈપલાઈનમાં મેન્ટેનન્સના કારણે શહેરના 50થી વધુ વિસ્તારોમાં સપ્લાય બંધ રહેશે
    Next Article
    માત્ર ₹8,000ના કમિશન માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું:1 એકાઉન્ટમાં 14 રાજ્યોમાંથી ફ્રોડના કરોડો જમા થયાની સાયબર પોર્ટલ પર ફરિયાદ, સુરત સાયબર સેલે અમદાવાદથી 2ને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment