Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારે તરસમીયા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં 8થી 9 કલાક પાણી કાપ:બુધેલ સંપથી આવતી મહી-પરીએજ પાઈપલાઈનમાં મેન્ટેનન્સના કારણે શહેરના 50થી વધુ વિસ્તારોમાં સપ્લાય બંધ રહેશે

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ અને ફિલ્ટર વિભાગ દ્વારા આગામી તા.10 ને શનિવાર રોજ ભાવનગર શહેરના 50 જેટલાં વિસ્તારોમાં પાણી કાપ રહેશે, જેમાં બુધેલ સંપથી આવતી મહી-પરીએજ (GWIL)ની તરસમીયા ફિલ્ટર તરફ જતી મુખ્ય પાઈપલાઈન પર આગામી શનિવાર 10 ઓક્ટોબરના રોજ મેન્ટેનન્સની જરુરી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના કારણે મહી-પરીએજ બુધેલ સંપમાંથી આવતું રો-વોટર આશરે 8 થી 9 કલાક માટે બંધ રહેશે. જેથી તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પરથી વિતરણ થતા વિસ્તારોના પાણી સપ્લાયમાં આંશિક અસર પડશે અને નીચે મુજબના વિસ્તારોમાં 10 ઓક્ટોબરે સપ્લાય બંધ રહેશે, પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારો દિલબહાર ESR (સવારે 10 થી બપોરે 4): કાળીયાબીડ-ડી, સાગવાડી-કેસરીયા હનુમાન અને આજુબાજુનો વિસ્તાર, રામનગર, અવધનગર, વિરાણી સ્કૂલ વાળો રોડ વગેરે. વર્ધમાનનગર ESR (સવારે 10 થી રાત્રે 9:30): મહાવીરનગર, દેવરાજ નગર, ભાગ્યોદય, માલધારી, જલારામ, કામીનીયાનગર, શિક્ષક સોસાયટી, અકવાડા (અનૈવાડા) ગામ, તરસમીયા ગામ, અર્ધવાડા સોસાયટી, તળાજા રોડ, શેત્રુંજી રેસિડેન્શિયલ (1 થી 4), અને તખ્તેશ્વર હાઈટ્સ.. બાલયોગીનગર ESR (સવારે 10 થી રાત્રે 11): અખિલેશ સર્કલ, લાખાવાડ, મીની હીરા બજાર, શહેર ફરતી સડક, પંચવટી ચોક, શ્રમજીવી, દેવ પાર્ક, પીપલ્સ/ભોળાનાથ સોસાયટી, ઘોઘા રોડ, સુમેરુ ટાઉનશીપ, કૃણાલ સોસાયટી, લક્ષ્મીનગર, સોમનાથ રેસીડેન્સી, શીતળામાના મંદિર આસપાસનો સમગ્ર વિસ્તાર, રૂવા ગામ અને અકવાડા ગામ. અન્ય અસરગ્રસ્ત વિસ્તારો સુભાષનગર, એરપોર્ટ રોડ, વી.પી. સોસાયટી, સંતોષ સોસાયટી, બેંક કોલોની, વિજય કોલોની, લક્ષ્મી સોસાયટી, રજપૂત વાડા, કંસારા કાંઠા અને વાઘેલા મંડપ આસપાસનો વિસ્તાર...તરસમીયા ફિલ્ટર સિવાયના શહેરના અન્ય તમામ વિસ્તારોમાં પાણીનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી પાણીનો સંગ્રહ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જાહેર ખબર બતાવવા વૃક્ષો નાના વાવવા સૂચના:ખાનગી સોસાયટીઓ-ફ્લેટમાં ઝાડ ટ્રીમિંગ માટે ઓનલાઇન ચાર્જ ચૂકવવાની વ્યવસ્થા, UGVCL પાસેથી જમીન પરત લેવાઈ
    Next Article
    દિલ્હીમાં ‘ઇન્ડિયા’ના સાંસદો પર કાર્યવાહીના વિરોધમાં વલસાડ કોંગ્રેસે રેલી યોજી:પોલીસ - કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મહિલા કાર્યકરોએ ચક્કાજામ કર્યો; અટકાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment