Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેર ખબર બતાવવા વૃક્ષો નાના વાવવા સૂચના:ખાનગી સોસાયટીઓ-ફ્લેટમાં ઝાડ ટ્રીમિંગ માટે ઓનલાઇન ચાર્જ ચૂકવવાની વ્યવસ્થા, UGVCL પાસેથી જમીન પરત લેવાઈ

    1 day ago

    શહેરમાં ખાનગી સોસાયટી અને ફ્લેટમાં આવેલા ઝાડ અને તેની ડાળીઓને દૂર કરવા ટ્રીમિંગ અને ગ્રીન વેસ્ટ કલેક્શનની પોલિસી સૌપ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જે પોલિસી અંતર્ગત નાગરિકો ઓનલાઈન અરજી કરી સવલત મેળવી શકે છે. નાગરિકોને ટ્રીમિંગ માટેના ચાર્જ ભરવા માટે નાગરિકોને સિવિક સેન્ટર સુધી પૈસા ભરવા જવુ ન પડે તેમજ સ્થળ પર જ ચાર્જ ભરી રસીદ મેળવી શકે તે માટે પોલિસીમાં ઓનલાઈન કલેક્શન મોડ્યૂલ માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં સુચના આપવામાં આવી છે. ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોને અગવડ ન પડે તે માટે ઓનલાઈન ચાર્જ કલેક્શન મોડ્યૂલ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે જાણ કરી છે જેથી નાગરિકોનો સમય પણ બગડે નહીં અને કામગીરી ઝડપી બનશે. નવા હોર્ડિંગ્સ પાસે વૃક્ષારોપણ અંગે સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય જાહેર ખબર હોર્ડિંગ્સ નજીક વૃક્ષોની ડાળી મોટી થઈ જતી હોય છે અને જાહેર ખબર દેખાતી ન હોવાથી ત્યાં એજન્સી દ્વારા જાતે ટ્રિમિંગ કરી દેવામાં આવે છે આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેના પગલે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હવે જે નવા હોર્ડિંગ્સ લગાવવામાં આવે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવે ત્યારે ઓછી હાઈટના તેમજ તેનાથી દૂર ઝાડ રોપવા માટેની સૂચના કમિટીમાં આપવામાં આવી છે. અવારનવાર હોર્ડિંગ્સ પાસે ઝાડની ડાળીઓ મોટી થઈ જાય છે અથવા ઝાડ નડતરરૂપ બનતા હોય છે તેના કારણે કાપવાની નોબત આવે છે જેને લઈને જાહેર ખબર એજન્સીઓ માટે હવે નજીકમાં વૃક્ષારોપણ ન થાય અથવા નાના રોપવા માટેની સૂચના ભાજપના સત્તાધિશોએ આપી છે મોટેરા અને ઓગણજ ખાતે UGVCL ને ફાળવેલા 99 વર્ષના ભાડાપટ્ટાના પ્લોટ પરત લેવાશે વધુમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, વર્ષ 2023માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ દ્વારા મોટેરા અને ઓગણજ ખાતે UGVCLને સબ-ડિવિઝન ઓફિસ બનાવવા માટે બે પ્લોટ 99 વર્ષના ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જોકે, UGVCL દ્વારા આજદિન સુધી આ જમીનની નિયત કિંમત ભરવામાં આવી નથી. AMC દ્વારા આ અંગે અગાઉ ઘણીવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં, UGVCL દ્વારા આજદિન સુધી નિયત ચાર્જ ભર્યો નથી તેમજ કોઈ કામગીરી પણ કરી નથી. પૈસા જમા ન કરાવનાર કે સમય મર્યાદા વીતી ગયેલા તમામ પ્લોટની વિગતો રજૂ કરવા તાકીદ જેથી આજે કમિટીમાં બંને પ્લોટ AMCને પરત લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા આવા કેટલા પ્લોટ છે, જે કોઈને ફાળવી દીધેલ હોય પણ તેમાં નાણાં જમા ન થયા હોય કે સમય મર્યાદા વીતી ગયેલ હોય તેની વિગતો આવતી કમિટીમાં રજૂ કરવા તેમજ આ પ્રકારની રદ કરવાની થતી કામગીરી નીતિ-નિયમ મુજબ સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમાર વિવાદમાં ધ્રુવ રાઠીની એન્ટ્રી:તમારા મતનો કંટ્રોલ દિલ્લીમાં છે? ચૂંટણીપંચમાં ગરબડ અંગે 5 મુદ્દા પર ઘમસાણ, જાણો વિવાદની ઇનડેપ્થ સ્ટોરી
    Next Article
    શનિવારે તરસમીયા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં 8થી 9 કલાક પાણી કાપ:બુધેલ સંપથી આવતી મહી-પરીએજ પાઈપલાઈનમાં મેન્ટેનન્સના કારણે શહેરના 50થી વધુ વિસ્તારોમાં સપ્લાય બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment