Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર ₹8,000ના કમિશન માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું:1 એકાઉન્ટમાં 14 રાજ્યોમાંથી ફ્રોડના કરોડો જમા થયાની સાયબર પોર્ટલ પર ફરિયાદ, સુરત સાયબર સેલે અમદાવાદથી 2ને દબોચ્યા

    1 day ago

    સુરત શહેરમાં શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકી સામે સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. પોલીસે 27,00,000/- ની ઓનલાઇન ઠગાઈના ગંભીર ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી બે મુખ્ય સાગરિતો સમીરખાન સબ્બીરખાન પઠાણ (ઉંમર વર્ષ 30) અને મોહમદ જુનેદબાબા અસરફભાઈ શેખ (ઉંમર વર્ષ 31)ને ઝડપી લીધા છે. સુરતના ફરિયાદીને ટાર્ગેટ બનાવી ગુનો આચરનારા આ બંને આરોપીઓ સામે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS તેમજ IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. વોટ્સએપ પર બોગસ લિંક મોકલી ટ્રેડિંગ કરાવી 27 લાખ ટ્રાન્સફર કરાવ્યા આ આખી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો અને એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી તેમાં નવું આઈડી બનાવડાવ્યું હતું. શેર ટ્રેડિંગમાં ખૂબ મોટું વળતર મળશે તેવી ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 27,00,000/- જેટલી રકમ જમા કરાવી લીધી હતી. ફરિયાદી જ્યારે પોતાના નફા અને મૂળ રકમનું વિડ્રોઅલ કરવા ગયા ત્યારે રકમ ઉપાડવા ન દઈ આખી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. 8,000 અને 15,000ના કમિશન માટે બેંક એકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને ભાડે આપ્યું સાયબર સેલની પૂછપરછમાં ઝડપાયેલા બંને આરોપીઓની ચોંકાવનારી ભૂમિકા સામે આવી છે. આરોપી સમીરખાન પઠાણે માત્ર 8,000/- ના કમિશનની લાલચે પોતાનું બેંક ઓફ મહારાષ્ટ્રનું સેવિંગ્સ એકાઉન્ટ બીજા આરોપી મોહમદ જુનેદબાબા શેખને સોંપ્યું હતું. ત્યારબાદ જુનેદબાબાએ પોતાનું 15,000/- કમિશન કાપી આ એકાઉન્ટ નાસતા-ફરતા અન્ય સાયબર ગઠિયાઓને ફ્રોડની રકમ મેળવવા માટે ભાડે આપી દીધું હતું. આ ખાતામાં 03/05/2025 થી 07/06/2025 સુધીના માત્ર એક જ મહિનાના ગાળામાં 30,09,057/- ના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. નેશનલ સાયબર પોર્ટલ પર 14 ફરિયાદો, 8.93 કરોડથી વધુનું કૌભાંડ ખુલ્યું સાયબર સેલ દ્વારા બેંક ઓફ મહારાષ્ટ્રના આ ખાતાની હિસ્ટ્રી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસવામાં આવતા સમગ્ર દેશવ્યાપી નેટવર્કનો ખુલાસો થયો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં આ એક જ ખાતા વિરુદ્ધ કુલ 14 જેટલી ગંભીર ફરિયાદો નોંધાયેલી છે, જેમાં દેશભરમાંથી કુલ 8,93,80,922/- ની ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી છે. હાલ સુરત સાયબર ક્રાઈમ સેલ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ફરાર સાગરિતોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ‘ઇન્ડિયા’ના સાંસદો પર કાર્યવાહીના વિરોધમાં વલસાડ કોંગ્રેસે રેલી યોજી:પોલીસ - કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મહિલા કાર્યકરોએ ચક્કાજામ કર્યો; અટકાયત કરાઈ
    Next Article
    સ્વ. નંદલાલ પટેલના શ્રાદ્ધે બટુકોને મિષ્ટાન ભોજન:હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડો. ધીરેન્દ્રભાઈ પટેલે પિતાના શ્રાદ્ધ નિમિત્તે કાગવાસ પણ અર્પણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment