Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના પરવડી ગામે રિક્ષાચાલકની હત્યામાં મોટો ખુલાસો:હુમલાખોર સગીર હોવાનું સામે આવ્યું, માતાને હેરાન કરાતી હોવાની આશંકાએ હુમલો કર્યાનું અનુમાન

    15 hours ago

    ગોધરા તાલુકાના પરવડી ગામ નજીક ધોળે દિવસે રિક્ષાચાલક પ્રૌઢ પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસ તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે. શરૂઆતમાં હુમલો કરનાર અજાણ્યો શખ્સ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હુમલાખોર સગીર વયનો હોવાનું સ્પષ્ટ થયું છે. કાયદાકીય જોગવાઈઓને પગલે સગીરની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. રિક્ષાચાલક પાનના ગલ્લા પાસે ઊભો હતો ત્યારે સગીરે કર્યો હુમલો પ્રાપ્ત વિગતો મુજબ, વાવડી બુઝર્ગના પાલનપુર ફળિયામાં રહેતા શંકર નાગરભાઈ પરમાર પોતાની ઓટો રિક્ષા લઈને પરવડી ગામના ચારેલ ફળિયામાં પાનના ગલ્લા સામે હાઈવે રોડ પર ઊભો હતો. આ દરમિયાન ત્યાં આવેલા સગીરે કોઈ કારણસર હાથમાં રહેલા ચપ્પુ વડે શંકરના ગળાના આગળના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો હતો. ગંભીર ઈજા થતાં શંકરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભાઈની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી આ હત્યાની ઘટનાને લઈને મૃતકના ભાઈ રામસિંગભાઈ નાગરભાઈ પરમારની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શરૂઆતમાં અજાણ્યા હુમલાખોર અંગેની વિગતો સામે આવ્યા બાદ પોલીસે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી હતી. માતાને હેરાન કરાતી હોવાની આશંકાએ હુમલો કર્યો? પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક દ્વારા સગીરની માતાને હેરાન કરવામાં આવતું હોવાની વાતથી ઉશ્કેરાઈ સગીરે આ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરા વસૂલાતમાં સુરત મનપાની બેવડી નીતિ:જનતા પાસે નોટિસ મોકલી ધમપછાડા કરતી મનપા 10,612 સરકારી મિલકતોનો ₹27.72 કરોડ વેરો વસૂલવામાં ઢીલી પડી
    Next Article
    કદવાલ ગામમાં નવરાત્રી પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:પીએસઆઇ અને સ્ટાફે મુખ્ય બજારથી નવરાત્રી ગ્રાઉન્ડ સુધી 200 મીટર ચાલી સુરક્ષા તપાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment