Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરા વસૂલાતમાં સુરત મનપાની બેવડી નીતિ:જનતા પાસે નોટિસ મોકલી ધમપછાડા કરતી મનપા 10,612 સરકારી મિલકતોનો ₹27.72 કરોડ વેરો વસૂલવામાં ઢીલી પડી

    15 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય નાગરિકો અને ખાનગી મિલકતધારકો પાસેથી મિલકત વેરો વસૂલવા માટે કડકાઈ દાખવવામાં આવે છે. નોટિસ ફટકારવાથી માંડીને નળ કનેક્શન કાપવા કે મિલકત ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરાતી હોય છે. જોકે, ખુદ સરકારી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોની મિલકતો પાસેથી ટેક્સ વસૂલવામાં પાલિકાની બેવડી નીતિ છતી થઈ છે. સુરત મનપાના સત્તાવાર ચોપડે શહેરની 10,612 સરકારી મિલકતો પાસેથી રૂપિયા 27.72 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી નીકળે છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ₹7.90 કરોડની બાકી રકમ ઝોનવાર આંકડાઓનું વિશ્લેષણ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સેન્ટ્રલ ઝોનમાં માત્ર 930 સરકારી મિલકતો હોવા છતાં બાકી રકમની દ્રષ્ટિએ તે સમગ્ર શહેરમાં મોખરે છે. અહીં વિવિધ સરકારી વિભાગો પાસેથી સૌથી વધુ ₹7.90 કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી છે. જ્યારે મિલકતોની સંખ્યાની દ્રષ્ટિએ કતારગામ ઝોન પ્રથમ ક્રમે છે, જ્યાં સૌથી વધુ 2314 સરકારી પ્રોપર્ટી પાસેથી ₹7.31 કરોડનો વેરો લેવાનો બાકી નીકળે છે. ઝોનવાર સરકારી મિલકતો અને બાકી ટેક્સની વિગત સ્વભંડોળની આવક વધારવાના દાવા વચ્ચે ઉદાસીનતા સુરત મહાનગરપાલિકા દર વર્ષે બજેટમાં પોતાના સ્વભંડોળની આવક વધારવા માટે મોટા લક્ષ્યાંકો નક્કી કરે છે. સામાન્ય વર્ગના કરદાતાઓ થોડા દિવસો પણ ટેક્સ ભરવામાં વિલંબ કરે તો વ્યાજ અને પેનલ્ટી વસૂલવામાં આવે છે. બીજી તરફ, સરકારી કચેરીઓ અને સંસ્થાઓ પાસેથી ₹27.72 કરોડથી વધુની જંગી રકમ વર્ષોથી વણવસૂલાયેલી પડી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. જો આ રકમની કડક વસૂલાત કરવામાં આવે તો પાલિકાની તિજોરીમાં મોટો વધારો થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર સામાન્ય જનતા જેવી જ કડકાઈ સરકારી ડિફોલ્ટરો સામે દાખવે છે કે પછી આંખ આડા કાન કરવાનું ચાલુ રાખે છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જામનગરમાં કોંગ્રેસનો વિરોધ:બ્લેક ડે લખેલા પોસ્ટરો સાથે કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા, વિવિધ સૂત્રોચ્ચાર કર્યા
    Next Article
    ગોધરાના પરવડી ગામે રિક્ષાચાલકની હત્યામાં મોટો ખુલાસો:હુમલાખોર સગીર હોવાનું સામે આવ્યું, માતાને હેરાન કરાતી હોવાની આશંકાએ હુમલો કર્યાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment