Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકા ચૂંટણી ભાજપનો સંકલ્પ પત્ર:ગાંધીનગર દર્શન માટે થીમ બેઝ્ડ ડબલ ડેકર એસી બસ દોડશે, મહિલાઓ માટે જીમની સુવિધા ઉભી કરાશે

    13 hours ago

    ગાંધીનગર માત્ર ગુજરાતની રાજધાની જ નહીં, પરંતુ ભવિષ્યનું આધુનિક અને સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી 5 વર્ષમાં ગાંધીનગરને વધુ સુંદર, સુવિધાભરપૂર, સ્માર્ટ, સ્વચ્છ અને આત્મનિર્ભર શહેર બનાવવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણી અન્વયે એક મહત્વકાંક્ષી રોડમેપ અને સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ અને આઇકોનિક માર્ગો શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે રસ્તાઓનું આધુનિકરણ કરવામાં આવશે. 'ચ-રોડ'ને નવા આઇકોનિક રોડ તરીકે, જ્યારે રોડ નંબર-2 અને 3ને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવામાં આવશે. ઘ-7થી પેથાપુર સુધીના માર્ગોનું સ્માર્ટ રોડમાં રૂપાંતર કરાશે અને તબક્કાવાર સીસી (CC) રોડ બનાવવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખ-2થી વાવોલ અને ક-7થી રાંધેજા તરફ નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય આગળ ધપાવવામાં આવશે. સેક્ટરોનું થીમ આધારિત સૌંદર્યકરણ દરેક સેક્ટરની પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે વિશિષ્ટ થીમ આધારિત અર્બન ડિઝાઇન વિકસાવવામાં આવશે. દરેક સેક્ટરના આકર્ષક પ્રવેશદ્વાર, થીમને અનુરૂપ સ્ટ્રીટ ફર્નિચર અને આધુનિક ફૂટપાથ બનાવવામાં આવશે. સેક્ટર-1 અને 19માં આધુનિક અને ઉર્જા કાર્યક્ષમ સ્ટ્રીટ લાઇટ્સ નાખવામાં આવશે. ડિજિટલ એજ્યુકેશન અને 'નોલેજ ઇકોનોમી'નું કેન્દ્ર ગાંધીનગરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને ડિજિટલ એજ્યુકેશનનું હબ બનાવવાનો સંકલ્પ લેવાયો છે. મનપા સંચાલિત શાળાઓમાં AI લેબ, સ્માર્ટ ક્લાસરૂમ અને રોબોટિક્સ આધારિત શિક્ષણ શરૂ કરાશે. શહેરમાં આધુનિક લાયબ્રેરીઓ અને ગામડાઓમાં વાંચનાલયો વિકસાવવામાં આવશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મહિલાઓ માટે સુવિધા રમતગમત ક્ષેત્રે ગાંધીનગરને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળશે. કોમનવેલ્થ ગેઇમ્સને ધ્યાનમાં રાખીને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાશે. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે અલગ જીમ ઉભા કરવામાં આવશે. કલા, સંસ્કૃતિ અને હેરિટેજનું જતન આધુનિક સિટી સેન્ટર અને પરફોર્મિંગ આર્ટ્સ ફેસિલિટી વિકસાવવામાં આવશે. ધી-5 ઓપન એર થિયેટર અને મીના બજારનું આધુનિકીકરણ કરાશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા 'ગાંધીનગર શહેરી દર્શન' થીમ બેઝ્ડ ડબલ ડેકર AC બસ સેવા શરૂ કરાશે. હેરિટેજ સાઇટ પ્રોજેક્ટ હેઠળ અંબાપુર વાવનો વિકાસ અને 'વેસ્ટ ટુ બેસ્ટ' થીમ પર વન્ડર પાર્ક બનાવાશે. હરિયાળું ગાંધીનગર અને ગ્રામ્ય વિકાસ પર્યાવરણની જાળવણી માટે સેક્ટર-1ના તળાવનું રિ-ડેવલપમેન્ટ કરાશે. માર્ગો પર થીમ આધારિત વૃક્ષારોપણ કરાશે. આ ઉપરાંત મનપામાં ભળેલા ગોકુળપુરા, ફતેપુરા, આદીવાડા અને કુબેરનગર જેવા ગામોમાં શહેર જેવી જ રસ્તા, પાણી અને ગટરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. શ્રમિકો માટે 'લેબર ચોક' પણ બનાવાશે. આરોગ્ય અને અન્ય સુવિધાઓ જનભાગીદારીથી ફિઝિયોથેરાપી સેન્ટરો અને ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટિંગ વૅન શરૂ કરાશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે બાયોમાઈનિંગ પદ્ધતિ અપનાવાશે અને પશુઓ માટે આધુનિક એનિમલ હોસ્પિટલ તથા તેમના અંતિમ સંસ્કારની વૈજ્ઞાનિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અભયમની ટીમ કાઉન્સેલિંગ કરીને સુખદ ઉકેલ લાવી:બંને દીકરા આશ્રમમાં મોકલવા માગતા હતા, 75 વર્ષની માતાએ કહ્યું- દીકરાઓ પર બોજ નહીં બનું, અલગ રહીશ, અભયમ મદદે આવ્યું
    Next Article
    વલસાડમાં RTI સપ્તાહ અંતર્ગત રાજ્યનો પ્રથમ રિજનલ વર્કશોપ યોજાયો:કલમ-4 હેઠળ સરકારી માહિતી સ્વયં જાહેર કરવા કલેક્ટર નીતિન સાંગવાને ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment