Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમની ટીમ કાઉન્સેલિંગ કરીને સુખદ ઉકેલ લાવી:બંને દીકરા આશ્રમમાં મોકલવા માગતા હતા, 75 વર્ષની માતાએ કહ્યું- દીકરાઓ પર બોજ નહીં બનું, અલગ રહીશ, અભયમ મદદે આવ્યું

    12 hours ago

    વડોદરામાં 75 વર્ષીય વૃદ્ધ માતાએ પોતાના જ બંને દીકરાઓ સામે મદદ માટે 181 અભયમનો સંપર્ક કરતાં અનોખી સ્થિતિ સામે આવી હતી. બંને દીકરા માતાને પોતાની સાથે રાખવા તૈયાર ન હોવાથી આશ્રમમાં મોકલવાની વાત કરતા હતા. જોકે, વૃદ્ધા આશ્રમમાં જવા ઇચ્છતા ન હતા અને કોઈ એક દીકરા પર બોજ બન્યા વિના અલગ મકાનમાં રહી સ્વતંત્ર જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે 181 અભયમની ટીમે પરિવારનું કાઉન્સેલિંગ કરી સુખદ ઉકેલ લાવ્યો હતો. બાપોદ લોકેશન પરથી 181 અભયમની ટીમ વૃદ્ધાના ઘરે પહોંચી હતી. વૃદ્ધાએ ટીમને જણાવ્યું હતું કે તેમને બે દીકરા છે, પરંતુ બંને દીકરા તેમને પોતાની સાથે રાખવા તૈયાર નથી. દીકરાઓ દ્વારા તેમને આશ્રમમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી. જોકે, વૃદ્ધા આશ્રમમાં જવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે તેઓ કોઈ એક દીકરા પર બોજ બનવા માંગતા નથી અને બંને દીકરા પોતપોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે તેઓ અલગ મકાનમાં રહેવા ઈચ્છે છે. મામલાને ગંભીરતાથી લઈ 181ની ટીમે વૃદ્ધા તેમજ તેમના બંને દીકરાઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે બંને દીકરાઓને સમજાવ્યું હતું કે માતાની ઉંમર 75 વર્ષની છે અને આ ઉંમરે તેમની જવાબદારી બંને દીકરાઓની બને છે. સાથે જ વૃદ્ધા જ્યાં રહેવા ઈચ્છે ત્યાં તેમને રહેવા દેવા અને તેમની જરૂરીયાતો તથા સુખાકારીનું ધ્યાન રાખવા સમજાવ્યું હતું. લાંબી સમજાવટ બાદ બંને દીકરાઓએ માતાની ઈચ્છાને સ્વીકારી હતી. વૃદ્ધા અલગ મકાનમાં રહેવા માંગતા હોવાથી તેમના રહેવા, ભોજન સહિતના જરૂરી ખર્ચનો અડધો-અડધો હિસ્સો બંને ભાઈઓ મળીને ઉપાડશે તેવી સંમતિ આપી હતી. આમ, 181 અભયમની સમજાવટથી 75 વર્ષીય માતાની સ્વતંત્ર રહેવાની ઈચ્છાનું સન્માન થયું અને પરિવાર વચ્ચેનો વિવાદ પણ સુખદ રીતે ઉકેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ખેલાડીએ અમ્પાયર સિલેક્ટ કરવો જોઈએ?:જ્ઞાનેશ કુમાર વિવાદમાં ધ્રુવ રાઠીની એન્ટ્રી, 5 મુદ્દાથી સમજો ગેમ, વોટનો કંટ્રોલ દિલ્લીમાં? સમજો ઈનસાઈડ સ્ટોરી
    Next Article
    મહાનગરપાલિકા ચૂંટણી ભાજપનો સંકલ્પ પત્ર:ગાંધીનગર દર્શન માટે થીમ બેઝ્ડ ડબલ ડેકર એસી બસ દોડશે, મહિલાઓ માટે જીમની સુવિધા ઉભી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment