Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીમાં ભારે ટ્રાફિકજામ સર્જાવાની શક્યતા:રાજકોટની કટારિયા ચોકડીએ ડાયવર્ઝન હોવાથી આગોતરા આયોજન માટે કોંગ્રેસની રજૂઆત, કોંગી કાર્યકરોએ પોલીસ સાથે સેવા આપવા તૈયારી દર્શાવી

    17 hours ago

    રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં હોવાથી વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આગામી નવરાત્રી દરમિયાન કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર અનેક મોટા ગરબા મહોત્સવ યોજાવાના હોવાથી રાત્રિના પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ ખૂબ વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોહિત રાજપૂત અને કોંગ્રેસના યુવા આગેવાનોએ રાજકોટ શહેર ટ્રાફિક વિભાગના DCPને રૂબરૂ મળીને આગોતરા આયોજન, પાર્કિંગ અને વધારાના પોલીસ બંદોબસ્ત માટે રજૂઆત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટનાં કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર અનેક મોટા આયોજનો આવેલા છે. જેને લઈને એકસાથે મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને ગરબા સ્થળોએ પહોંચશે. અંદાજે 10,000 ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરનો પ્રવાહ કટારીયા ચોકડી આસપાસ રહેવાની શક્યતા છે. જેથી રાત્રિના સમયે ડાયવર્ઝન રૂટ પર વાહનોની લાંબી કતારો સર્જાય નહીં તે માટે અત્યારથી જ સમગ્ર રૂટનું પરીક્ષણ કરીને ટ્રાફિક ઓડિટ કરવું જરૂરી છે. પોલીસએ આયોજન સ્થળે વાહનોની ક્ષમતા, પાર્કિંગ, એન્ટ્રી-એક્ઝિટ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાહનોની દિશા અંગેની આગોતરી વ્યવસ્થા નક્કી કરવી જોઈએ. આ ઉપરાંત ડાયવર્ઝન રૂટ પર આવેલા રેસ્ટોરન્ટ, કાફે અને ચાની હોટલો ખાતે રોડ પર પાર્કિંગ ન થાય તે માટે આયોજકો અને વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવી જોઈએ. ટ્રાફિક પોલીસે તમામ મોટા નવરાત્રી આયોજકો સાથે બેઠક યોજીને ખેલૈયાઓ અને મુલાકાતીઓને આવવા-જવાના નિશ્ચિત રૂટ અંગે અગાઉથી માહિતગાર કરવા જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ખાસ કરીને કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, પરસાણા ચોક, કોટેચા ચોક, કે.કે.વી. હોલ અને સ્પીડવેલ ચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના પીક અવર્સ દરમિયાન વધારાના ટ્રાફિક પોલીસ જવાનો તથા ટ્રાફિક બ્રિગેડિયરોની ખાસ ડ્યુટી ગોઠવવાની માંગ કરાઈ છે. જરૂર જણાય ત્યાં બેરીકેટિંગ, દિશા દર્શાવતા સાઇનેજ, સ્ટોપ પોઈન્ટ અને સંજોગો અનુસાર વન-વે વ્યવસ્થા અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર નવમ, રાસ વિલા, MGM, તાલ, કાલરાત્રી, UD, નવરાત, UV, ખોડલધામ અને AGM જેવા અનેક મોટા આયોજનો યોજાનાર હોવાથી સંકલિત આયોજન જરૂરી છે. નવરાત્રી પહેલાં પત્રકાર પરિષદ યોજીને નાગરિકોને નિયત પાર્કિંગ અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે. આમ ટ્રાફિક જામ થયા પછીની વ્યવસ્થા’ નહીં પણ ટ્રાફિકજામ થાય નહીં તેવું આગોતરું આયોજન કરવાની ડીસીપી સમક્ષ માંગ કરવામાં આવી છે. તેમજ આ માટે જરૂર પડે ત્યાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની સાથે સેવા આપવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢના વઝરડા ગામમાં ખુલ્લા ટાંકામાં એક વર્ષનો દીપડો ખાબક્યો:વનવિભાગ અને એનિમલ રેસ્ક્યૂ ટીમે ઈજા વિના બહાર કાઢ્યો
    Next Article
    ગોધરામાં કોંગ્રેસ મહામંત્રીનો આક્ષેપ: નેતાઓ ચૂંટણીમાં મિલીભગત કરે છે:AICC અને ઓબ્ઝર્વરે સ્વીકાર્યું, કહ્યું- અન્ય પક્ષોમાં પણ આવું થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment