Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢના વઝરડા ગામમાં ખુલ્લા ટાંકામાં એક વર્ષનો દીપડો ખાબક્યો:વનવિભાગ અને એનિમલ રેસ્ક્યૂ ટીમે ઈજા વિના બહાર કાઢ્યો

    18 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ વન વિભાગ રેન્જ હેઠળના વઝરડા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લા ટાંકામાં આશરે 1 વર્ષનો દીપડો ખાબકી જતાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. ટાંકામાંથી દીપડાનો અવાજ સંભળાતા સ્થાનિક ગ્રામજનો એકઠા થયા હતા. તપાસ દરમિયાન ટાંકામાં દીપડો પડ્યો હોવાનું જણાતાં ગ્રામજનોએ તાત્કાલિક સોનગઢ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ અને એનિમલ રેસ્ક્યૂ ટીમે સંભાળી કામગીરી ઘટનાની જાણ થતાં જ સોનગઢ રેન્જના વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એનિમલ રેસ્ક્યૂ ટીમના સભ્યો પણ જરૂરી સાધન-સામગ્રી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ટાંકામાં પડેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજા વિના દીપડાને ટાંકામાંથી બહાર કાઢ્યો રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ આશરે 1 વર્ષના દીપડાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચ્યા વિના સહીસલામત રીતે ટાંકામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. વનવિભાગની ટીમની સમયસરની કામગીરીના પગલે દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ શક્ય બન્યું હતું. દીપડાની તબીબી તપાસ બાદ આગળની કાર્યવાહી દીપડો સુરક્ષિત રીતે બહાર નીકળતાં વઝરડા ગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગે દીપડાનો કબજો મેળવી તેની પ્રાથમિક તબીબી તપાસ સહિત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેસ્ક્યૂ બાદ દીપડાની હાલત અંગે વનવિભાગ દ્વારા જરૂરી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 2027ની સીધી ભરતીની તૈયારી શરૂ:વિભાગોને જગ્યાઓનું માગણીપત્રક મોકલવા આદેશ, 30 નવેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના
    Next Article
    નવરાત્રીમાં ભારે ટ્રાફિકજામ સર્જાવાની શક્યતા:રાજકોટની કટારિયા ચોકડીએ ડાયવર્ઝન હોવાથી આગોતરા આયોજન માટે કોંગ્રેસની રજૂઆત, કોંગી કાર્યકરોએ પોલીસ સાથે સેવા આપવા તૈયારી દર્શાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment