Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 2027ની સીધી ભરતીની તૈયારી શરૂ:વિભાગોને જગ્યાઓનું માગણીપત્રક મોકલવા આદેશ, 30 નવેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના

    18 hours ago

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા રાજ્યમાં 2027ના વર્ષમાં યોજાનારી સીધી ભરતી પ્રક્રિયા માટે અત્યારથી જ વહીવટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા તમામ વહીવટી વિભાગોને તેમના હસ્તકની સીધી ભરતીની ખાલી જગ્યાઓ માટેનું માગણીપત્રક (રિક્વિઝિશન) આગામી 30 નવેમ્બર, 2026 સુધીમાં સંબંધિત ભરતી સંસ્થાઓને મોકલી આપવા માટે કડક સૂચના આપવામાં આવી છે. 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ કાર્યવાહી હાથ ધરાશે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા 5 ઓક્ટોબર, 2026ના પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના વિવિધ વિભાગો માટે વર્ષ 2024થી 2033 સુધીનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર અગાઉથી પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. આ કેલેન્ડરની જોગવાઈઓ મુજબ વર્ષ 2027માં જે સંવર્ગોની ભરતી માટે મંજૂરી મળવાની હોય, તે તમામ જગ્યાઓના માગણીપત્રક સમયસર તૈયાર કરી મોકલવાની કામગીરી સચિવાલયના તમામ વિભાગોએ તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. તમામ મુખ્ય ભરતી બોર્ડ અને સંસ્થાઓને મોકલાશે માગણીપત્રક સરકારના આ આદેશના પગલે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિઓને સંબંધિત વિભાગો દ્વારા જરૂરી માગણીપત્રક રજૂ કરવામાં આવશે. સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે માર્ગ મોકળો થશે રાજ્ય સરકાર દ્વારા સમયસર માગણીપત્રક મોકલવાની સૂચના આપવામાં આવતાં જ 2027માં થનારી વિવિધ સરકારી ભરતીઓ માટે ખાલી જગ્યાઓની સત્તાવાર પ્રક્રિયા વેગવંતી બની છે. આ નિર્ણયથી ભરતી કેલેન્ડર મુજબ સમયસર જાહેરખબરો પ્રસિદ્ધ કરવાનો અને આગળની ભરતી કાર્યવાહી વિના વિલંબે હાથ ધરવાનો માર્ગ મોકળો બનશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં RTI સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો:કમિશનર નિખિલ ભટ્ટે અધિકારીઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું; પ્રથમ વખત જિલ્લા સ્તરે વિશેષ તાલીમ યોજાઈ
    Next Article
    સોનગઢના વઝરડા ગામમાં ખુલ્લા ટાંકામાં એક વર્ષનો દીપડો ખાબક્યો:વનવિભાગ અને એનિમલ રેસ્ક્યૂ ટીમે ઈજા વિના બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment