Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈચ્છાપોરમાં જમવા બોલાવેલી બાળકી પર માતાના જ પરિચિતે ગુજાર્યું દુષ્કર્મ:ધરપકડ બાદ બદનામીના ડરે લોકઅપમાં જ અંડરગાર્મેન્ટના નાડાથી ગળાફાંસો ખાધો, વજનના કારણે નાડુ તૂટતા જીવ બચ્યો

    8 hours ago

    શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. માતાના પરિચિત શખ્સે એકલતાનો લાભ ઉઠાવી બાળકી સાથે કુકર્મ આચર્યું હતું. ઈચ્છાપોર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે, ધરપકડ બાદ બદનામી અને કડક સજાના ડરે આરોપીએ પોલીસ લોકઅપમાં જ પોતાના અંડરગાર્મેન્ટના નાડાથી ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જમવા બોલાવીને આચર્યું દુષ્કર્મ, આપી મારી નાખવાની ધમકી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજ્ય બહારનો અને મોરા ગામની તપોવન સોસાયટીમાં રહેતો આરોપી મનીષ પરશુરામ રાય (ભૂમિહાર) ભોગ બનનાર બાળકીની માતાને અગાઉથી ઓળખતો હતો. મહિલાને પતિ સાથે અણબનાવ હોવાથી તે આરોપીના સંપર્કમાં આવ્યા હતા. આ બનાવના દિવસે માતાએ પોતાની 8 વર્ષની દીકરીને આરોપી મનીષના ઘરે જમવા માટે મોકલી હતી. આ દરમિયાન ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી આરોપીએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, જો આ અંગે કોઈને જાણ કરશે તો તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલી બાળકીએ ઘરે જઈ સમગ્ર આપવીતી માતાને જણાવતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. મોબાઈલ વગર ભાગેલો આરોપી ગણતરીના કલાકોમાં ઝબ્બે બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ફરિયાદ મળતાં જ ઈચ્છાપોર પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આરોપી મનીષ રાય પોલીસ પકડથી બચવા પોતાનો મોબાઈલ ફોન ઘરે મૂકીને જ નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ મગદલ્લા ખાતેથી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની ધરપકડ કરી તેને લોકઅપમાં ધકેલી દીધો હતો. અંડરગાર્મેન્ટના નાડાથી લોકઅપમાં ફાંસો ખાવા પ્રયાસ ધરપકડ બાદ આરોપી મનીષ રાયને લોકઅપમાં રખાયો હતો. આ દરમિયાન સવારના સમયે તેને સમાજમાં બદનામી થવાનો અને કોર્ટમાંથી મળનારી કડક સજાનો ભય સતાવવા લાગ્યો હતો. આ ડરના કારણે તેણે આત્મહત્યા કરવાનો પેંતરો રચ્યો. આરોપીએ પોતે પહેરેલા અંડરગાર્મેન્ટની સિલાઈમાંથી નાડું ખેંચી કાઢ્યું હતું અને બેઠા-બેઠા જ લોકઅપના લોખંડના સળિયા સાથે નાડું બાંધીને ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી. નાડું તૂટી જતાં માથું પટકાયું, સિવિલ હોસ્પિટલ ખસેડાયો આરોપીએ ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન વજનને કારણે નાડું તૂટી ગયું હતું અને તેનું માથું સીધું જમીન પર પટકાયું હતું. લોકઅપમાંથી અવાજ આવતાં જ બહાર હાજર પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને લોકઅપ ખોલી આરોપીને બચાવી લીધો હતો. માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હોવાથી પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સમયસૂચકતાથી અનિચ્છનીય ઘટના ટળી: ACP આ સમગ્ર મામલે સુરતના ACP શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, મહિલા અને બાળકીઓ સંબંધિત ગુનાઓમાં સુરત પોલીસ હંમેશા ત્વરિત કાર્યવાહી કરે છે. 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ આરોપી મનીષ પરશુરામ રાયને ઝડપી લેવાયો હતો. આરોપીએ લોકઅપમાં સજાના ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પરના પોલીસ જવાનોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે તાત્કાલિક તેને સારવાર અપાવી બચાવી લેવાયો છે. હાલ તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષના નેતાઓ પર બર્બરતા ભાજપના ઈશારે:​"લોકશાહીનો કાળો દિવસ" તરીકે ગણાવ્યો, જ્ઞાનેશ કુમારના રાજીનામા અને FIRની માંગ સાથે ભાવનગર કોંગ્રેસ રસ્તા પર, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ
    Next Article
    ભરૂચમાં કોંગ્રેસે કાળા કપડાં પહેરી મુખ્ય ચૂંટણી કમિશનરનો વિરોધ કર્યો:જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ચૂંટણી પંચ પર પણ આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment