Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષના નેતાઓ પર બર્બરતા ભાજપના ઈશારે:​"લોકશાહીનો કાળો દિવસ" તરીકે ગણાવ્યો, જ્ઞાનેશ કુમારના રાજીનામા અને FIRની માંગ સાથે ભાવનગર કોંગ્રેસ રસ્તા પર, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ

    9 hours ago

    કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર થઈ રહેલા કથિત હુમલાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ અને INDIAના સાંસદો સામે કરાયેલા બળજબરીભર્યા વર્તનના વિરોધમાં ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે., કોંગ્રેસ પક્ષ દ્વારા આ દિવસને "ભારતીય લોકશાહી માટે કાળો દિવસ" ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે, આ વેળાએ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, આજરોજ શહેરના હલુરીયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે ફૂલહાર કરી ત્યાંથી પગપાળા યાત્રા કરી ઘોઘા ગેઈટ ચોક સુધી વિરોધ પ્રદર્શન કર્યો હતો, કોંગ્રેસ દ્વારા અલગ અલગ ટીશર્ટ માં અલગ અલગ સ્લોગન લખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હું લોકશાહી હત્યારો છું, હું જ્ઞાનેશ ગુંડો છું, હું મત લૂંટારો છું, હું મત ચોર છું, હું વિશ્વાસઘાતી છું સહિતના સ્લોગનો લખી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, આજે લોકશાહીનો કાળો દિવસ, ગઈકાલે સમગ્ર દેશના લોકોએ જોયું, દિલ્હીની અંદર જે રાહુલ ગાંધી હોય, ખડગે હોય, પ્રિયંકા ગાંધી હોય, જે પ્રોટેસ્ટ કરવા ગયા અને એમની સાથે કાયદેસર બર્બરતા. એક જવાબદાર વિપક્ષના નેતા સાથે બર્બરતાનું કૃત્ય ભાજપ સરકારના ઈશારે કરવામાં આવ્યું છે., એટલે આ સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ પક્ષ કાળા દિવસ તરીકે ઉજવી રહ્યું છે. એવી જ રીતે ભાવનગર શહેર કોંગ્રેસની અંદર પણ અમે આ કાળો દિવસ તરીકે મનાવ્યો. અને તમે જોયું એમ જ્ઞાનેશ કુમારનું જે વર્તન છે, વોટ ચોર, એ લોકશાહીનો હત્યારો કહી શકાય, વોટનો પણ હત્યારો કહી શકાય, વોટનો પણ ચોર કહી શકાય.અમે આ આગામી દિવસોમાં પણ અમે ચુપ નથી બેસવાના, હજી જેટલું પોલીસને આગળ કરવી હોય એટલી કરી લે ભાજપ સરકાર. આગામી દિવસોમાં જ્યાં સુધી જ્ઞાનેશ કુમારનું રાજીનામું નહીં લે, એના ઉપર એફ.આઈ.આર. નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ચુપ નહીં બેસે. હજી આગામી દિવસોમાં પણ ભાવનગરની અંદર આના કરતાં પણ વધુ આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે..
    Click here to Read More
    Previous Article
    પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ પર મથુર સવાણીનો ટોણો:'40 વટાવેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ અને શક્તિસિંહની જેમ દેશ સેવા કરો; બીજો રસ્તો નથી'
    Next Article
    ઈચ્છાપોરમાં જમવા બોલાવેલી બાળકી પર માતાના જ પરિચિતે ગુજાર્યું દુષ્કર્મ:ધરપકડ બાદ બદનામીના ડરે લોકઅપમાં જ અંડરગાર્મેન્ટના નાડાથી ગળાફાંસો ખાધો, વજનના કારણે નાડુ તૂટતા જીવ બચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment