Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં જળ, જંગલ, જમીન બચાવવા આદિવાસી સમાજ મેદાને:ઉકાઈ જળાશયમાં સોલાર પ્રોજેક્ટ અને ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ;રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપ્યું

    11 hours ago

    ગુજરાતના તાપી જિલ્લામાં વિવિધ સરકારી પ્રોજેક્ટોના નામે આદિવાસીઓને જળ, જંગલ અને જમીનથી વિસ્થાપિત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉકાઈ જળાશયના સોલાર પ્રોજેક્ટ અને 220 KV ટ્રાન્સમિશન લાઇન સામે સ્થાનિક અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિકાસના નામે ભયનું વાતાવરણ ઊભું કરાતું હોવાનો આક્ષેપ કરી બંધારણીય અધિકારોના રક્ષણ માટે ગ્રામસભાની મંજૂરી વિના માપણી ન થવા દેવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જળ જંગલ જમીન બચાવવા લડત ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં સરકારી પ્રોજેક્ટોના બહાને આદિવાસી સમાજને પોતાની જળ, જંગલ અને જમીનથી વિસ્થાપિત કરાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ સ્થિતિ સામે આદિવાસી સમાજ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સ્થાનિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઊભું કરી પર્યાવરણ અને સ્થાનિકોની આજીવિકા છીનવવામાં આવી રહી છે. માછીમારોની રોજીરોટી પર સંકટ આવેદનપત્રમાં ઉકાઈ જળાશયમાં આકાર લઈ રહેલા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સામે સખત વિરોધ દર્શાવાયો છે. જળાશયમાં મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓને નોટિસ આપવામાં આવી છે, જે મંડળીઓ વાર્ષિક મંડળી દીઠ ₹6,86,451 જેટલી રકમ સરકારમાં જમા કરાવે છે. અગાઉ જમીન ગુમાવી ચૂકેલા આદિવાસી પરિવારો માટે માછીમારી જ એકમાત્ર આજીવિકા છે. અહીં સોલાર પ્રોજેક્ટ સ્થાપવાથી માછીમારીનો વ્યવસાય ઠપ થઈ જશે અને સેંકડો પરિવારો સામે આજીવિકાનો પ્રશ્ન ઊભો થશે. ટ્રાન્સમિશન લાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ ગેટકો દ્વારા વિરપુર સબ સ્ટેશનથી નવાપુર રેલવે સબ સ્ટેશન સુધી 36.443 કિલોમીટર લાંબી 220 KV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવાની તજવીજ સામે પણ વાંધો ઉઠાવાયો છે. વ્યારાથી નવાપુર વચ્ચે રેલવે પાસે પૂરતી જગ્યા હોવા છતાં ગ્રામીણ અને આદિવાસી ખેડૂતોની કિંમતી જમીનમાંથી આ લાઇન પસાર કરવાની પેરવી થઈ રહી છે. જેને લઈને ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગ્રામસભાના અધિકારોનું રક્ષણ કરવા માંગ આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભારતીય બંધારણ અનુસાર આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભા સર્વોપરી છે. ગ્રામસભાની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ પ્રકારની માપણી કે સર્વે કરવા દેવામાં આવશે નહીં. તંત્ર દ્વારા ગ્રામસભાની અવગણના થતી હોવાનો આક્ષેપ કરીને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે કાયદેસરના ગુના નોંધવાની તેમજ આદિવાસી વિસ્તારના જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરવાની માંગણી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાની મુખર્જીએ બદ્રીનાથ-કેદારનાથના દર્શન કર્યાં:શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજો માટે વિશેષ પૂજા કરાવી; 16 દિવસ પહેલાં માતાનું અવસાન થયું હતું
    Next Article
    રેન્જ IG અને SPએ 750 લોકો સાથે કર્યો સીધો સંવાદ:'હર ઘર, સાયબર સુરક્ષિત ઘર' અભિયાન હેઠળ ગામડાઓમાં બનશે વોટ્સએપ ગ્રુપ, ફ્રોડથી લોકોને બચાવવા પોલીસનો માસ્ટર પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment