Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે 16 દવા કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂક્યો:સ્કિન અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ સામેલ, કહ્યું- તેનાથી સારવારમાં ફાયદા કરતાં જોખમ વધારે

    9 hours ago

    કેન્દ્ર સરકારે દેશભરમાં 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વિતરણ, વેચાણ અને સપ્લાય પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ દવાઓથી ફાયદા કરતાં જોખમ વધુ છે. આ દવાઓમાં સારવારની દ્રષ્ટિએ કંઈ મળ્યું નથી. મંત્રાલયે જણાવ્યું કે આ પગલું લોકોની સુરક્ષા વધારવા અને દવાઓના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે, જેથી બજારમાં ફક્ત વૈજ્ઞાનિક રીતે સાચી અને અસરકારક દવાઓ જ ઉપલબ્ધ રહે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને FDC દવાઓની સમીક્ષાના આધારે લેવામાં આવ્યો છે. આ માટે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) એ નિષ્ણાત સમિતિ બનાવી હતી. સમિતિએ ઘણા દવા કોમ્બિનેશનની તપાસ કરી અને કેટલાકને અવૈજ્ઞાનિક, સારવારની દ્રષ્ટિએ બિનજરૂરી અને દર્દીઓ માટે સંભવિત રૂપે નુકસાનકારક ગણાવ્યા. FDC એટલે એવી દવાઓ, જેમાં બે કે તેથી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (API) નિર્ધારિત પ્રમાણમાં ભેળવવામાં આવે છે. મંત્રાલય દ્વારા આ પ્રતિબંધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ જાહરે કરાયેલી સૂચનાઓ દ્વારા લાદવામાં આવ્યો છે. રાજ્યોને કડક નિર્દેશો આપવામાં આવ્યા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ પહેલા પણ વૈજ્ઞાનિક સમીક્ષા પછી ઘણી બિન-તર્કસંગત FDC દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ રાજ્યોના ડ્રગ કંટ્રોલર, નિયમનકારી સંસ્થાઓ અને અમલીકરણ એજન્સીઓને આ આદેશોનું કડક પાલન કરાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ દવા ઉત્પાદકો, આયાતકારો, વિતરકો અને અન્ય સંબંધિત પક્ષોને કાયદા મુજબ જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. શું હોય છે FDC દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) એવી દવાઓ હોય છે, જેમાં બે કે તેથી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ (API) નિશ્ચિત પ્રમાણમાં એક જ ટેબ્લેટ, કેપ્સ્યુલ કે સિરપમાં ભેળવવામાં આવે છે. ઘણી બીમારીઓમાં આવા કોમ્બિનેશન દર્દી માટે ફાયદાકારક હોય છે, કારણ કે તેનાથી દવાઓની સંખ્યા ઓછી થાય છે અને સારવાર સરળ બને છે. જોકે, દરેક કોમ્બિનેશન વૈજ્ઞાનિક રીતે યોગ્ય હોતું નથી. જો અલગ-અલગ દવાઓને પૂરતા સંશોધન કે તબીબી જરૂરિયાત વિના એકસાથે ભેળવી દેવામાં આવે, તો દર્દીને બિનજરૂરી દવાઓ પણ લેવી પડે છે. તેનાથી આડઅસરનું જોખમ વધી શકે છે, દવાની અસર ઘટી શકે છે અને ડોક્ટર માટે એ ઓળખવું મુશ્કેલ બની જાય છે કે સમસ્યા કઈ દવાથી થઈ.
    Click here to Read More
    Previous Article
    219ના રનચેઝમાં ઈન્ડિયન ઓપનર્સની ધમાકેદાર બેટિંગ:જયસ્વાલ-રોહિતની જોડીએ અફઘાન બોલર્સને હંફાવ્યા; અફઘાનિસ્તાન 218 રનમાં જ ઓલઆઉટ
    Next Article
    અમરેલીમાં તોફાની ઝાપટું:52 તાલુકામાં વરસાદ, પાટીદાર સિંગરના લવમેરેજથી વધુ એક વિવાદ, સિંહે મારણ કરેલા યુવકના અંતિમ CCTV સામે આવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment