Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં તોફાની ઝાપટું:52 તાલુકામાં વરસાદ, પાટીદાર સિંગરના લવમેરેજથી વધુ એક વિવાદ, સિંહે મારણ કરેલા યુવકના અંતિમ CCTV સામે આવ્યા

    12 hours ago

    79 હજારથી વધુ NEETની રી-એક્ઝામ આપશે રાજ્યમાં આવતી કાલે NEETની રી-એક્ઝામ યોજાશે જેમાં દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે... પરિક્ષાને લઇને તંત્ર સજ્જ.. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન કરાશે તો રેલવે વિભાગ વિશેષ ટ્રેનો પણ દોડાવશે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LRD પોલીસ ભરતીની OMR શીટ, આન્સર કી જાહેર LRD પોલીસ ભરતીની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર...12,733 ભરતીના ઉમેદવારો 29 જૂન સુધી કરી શકશે ડાઉનલોડ , ઉમેદવારો 24 જૂન સુધી વાંધા-સૂચનો ને રજૂઆત કરી શકશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો... સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ ખાબક્યો આજે 16 જીલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV અમરેલીના કોવાયા ગામે સિંહે મારણ કરેલા યુવકના મોત પહેલાના સીસીટીવી સામે આવ્યા છે ... તેને કંપનીની કોલોનીમાંથી નીળકતા પહેલા સિક્યુરિટી ગાર્ડે એકલા ન જવાની વિનંતી કરી હતી.... આગળ તે પાનની દુકાન પર પહોંચી કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરતો જોવા મળ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરસાદ ખેંચાતા ખેડૂતોને 8ના બદલે 10 કલાક અપાશે વરસાદ ખેંચાતા ખેડૂતોને 8ના બદલે 10 કલાક અપાશે ... અલનીનોની સંભવિત અસરને પહોંચી વળવા સરકારની તૈયારી... નિર્ણયથી ખેડૂતો પોતાના કિંમતી આગોતરા વાવેતરને સુકાઈ જતું બચાવી શકશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડ રોકડાની લૂંટ રાજકોટમાં વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડ રોકડાની લૂંટ કરાઇ ... રાત્રે દરવાજો તોડતા વૃદ્ધ જાગ્યા તો મુક્કો મારી પાડી દીધા... 5 બુકાનીધારી લૂંટારૂઓ 2.47 કરોડ રોકડા અને 5 થી 7 તોલા સોનુ લઇ ફરાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદાર સિંગરના પ્રેમલગ્નથી વધુ એક વિવાદ સુરતમાં પાટીદાર સમાજની સિંગર આરતી સાંગાણી બાદ હવે રિદ્ધિ રાજપરાના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નથી વિવાદ થયો... ડ્રમર જયેશ વાઘેલા સાથે લગ્ન કરી લેતા સામાજિક અગ્રણીએ કલાકારોનો સામાજિક અને વ્યવસાયિક બહિષ્કારની અપીલ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મૃતક ખેડૂતને જીવતા બતાવી જમીનનું વેચાણ થયાનો આક્ષેપ મૃતક ખેડૂતને જીવતા બતાવી જમીનનું વેચાણ થયાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ... ખાતેદાર છગનભાઈ પટેલનું 14 જાન્યુઆરી, 1972ના રોજ અવસાન થયું છતાં 8 એપ્રિલ, 2025એ બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેમના નામે પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ કાર બની અગનગોળો,ટ્રક પુલ પરથી ખાબક્યો વડોદરામાં વડસર-અકોટા રોડ પર ડીઝલ કારમાં અચાનક આગ લાગી પરંતુ હદારીની સતર્કતાથી ચાલકનો આબાદ બચાવ થયો... પરંતુ અમરેલીમાં ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબકતા ચાલક જીવતો ભૂંજાયો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભોજન સમારંભમાં સેવકોએ પરિવારને મારમાર્યો સુરતના રુસ્તમપુરામાં મહોર્રમ નિમિત્તે યોજાયેલા ભોજન સમારંભમાં થાળમાં આઠ વ્યક્તિ પૂરા કરવાના નિયમ મુદ્દે મારામારી...વ્હોરા સમાજના તન્ઝીમના સેવકોએ એક પરિવારને ઢોર માર માર્યો પરિવારના સાત સભ્યો જમવા બેઠા હતા, પરંતુ આઠમી વ્યક્તિ ન મળતાં જમ્યા વિના જ પરત ફરી રહ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સરકારે 16 દવા કોમ્બિનેશન પર પ્રતિબંધ મૂક્યો:સ્કિન અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ સામેલ, કહ્યું- તેનાથી સારવારમાં ફાયદા કરતાં જોખમ વધારે
    Next Article
    જામનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના ધરણા:રેલી યોજી TET મુક્તિ અને સેવા સુરક્ષા માટે સંસદીય હસ્તક્ષેપની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment