Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના ધરણા:રેલી યોજી TET મુક્તિ અને સેવા સુરક્ષા માટે સંસદીય હસ્તક્ષેપની માંગ કરી

    12 hours ago

    જામનગરમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રેરિત જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા, રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સેવામાં રહેલા શિક્ષકોની નોકરીની શરતોને સુરક્ષિત રાખવા અને TET શિક્ષક પાત્રતા કસોટી પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને TET પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે અપીલ કરી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ 2009 લાગુ થયો તે પહેલાં રાજ્ય સરકારો દ્વારા પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર હજારો શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી. આ શિક્ષકો ઘણા વર્ષોથી ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આ શિક્ષકોની ભરતી વખતે TET પાસ કરવાની કોઈ કાયદાકીય શરત ન હતી, તેથી હવે પાછલી અસરથી આ નિયમ લાગુ કરવો વ્યાજબી નથી. સંઘ દ્વારા ભરતી સમયના નિયમો યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે. તાજેતરના ન્યાયિક વિકાસને કારણે સેવારત શિક્ષકોની નોકરી ચાલુ રાખવા અને ભવિષ્યના પ્રમોશન બાબતે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિને પગલે શિક્ષકો અને તેમના પરિવારોમાં વ્યાપક ચિંતા ફેલાઈ છે, જેની સીધી અસર શાળાઓના શૈક્ષણિક કાર્ય પર પડી શકે છે. આવેદનપત્રમાં રજૂ કરાયેલા મુખ્ય 6 મુદ્દાઓ નીચે મુજબ છે: RTE કાયદા અને TET માર્ગદર્શિકા પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકો પર આ શરતો પાછલી અસરથી લાગુ ન થવી જોઈએ. પ્રવર્તમાન નિયમો હેઠળ કાયદેસર નિમણૂંક પામેલા શિક્ષકોના સેવા અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ. ભારત સરકાર આ મામલે વહીવટી કે કાયદાકીય સુધારો લાવી શિક્ષકોના હિતોનું રક્ષણ કરે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી સેવા આપતા શિક્ષકો માટે 'વન-ટાઇમ એક્ઝેમ્પશન' (ખાસ જોગવાઈ) જાહેર કરવામાં આવે. TETના કારણે કોઈપણ શિક્ષકને પ્રમોશન, પગાર, પેન્શન કે અન્ય નિવૃત્તિના લાભોથી વંચિત રાખવામાં ન આવે. આ ગંભીર મુદ્દાને સંસદમાં ઉઠાવીને તમામ હિતધારકો સાથે ચર્ચા કરી માનવીય ઉકેલ લાવવામાં આવે. ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, "શૈક્ષણિક સુધારાઓ શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે હોવા જોઈએ, નહીં કે વર્ષોથી બાળકોનું ભવિષ્ય ઘડતા શિક્ષકોને દંડિત કરવા માટે. સરકાર તાત્કાલિક સંસદીય હસ્તક્ષેપ કરી અસરગ્રસ્ત સેવારત શિક્ષકોની નોકરી અને ગૌરવનું રક્ષણ કરે." ધરણા પ્રદર્શન બાદ શિક્ષક સંઘના પદાધિકારીઓ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવીને આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર યોગ્ય અને સકારાત્મક વલણ અપનાવે તેવી અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં તોફાની ઝાપટું:52 તાલુકામાં વરસાદ, પાટીદાર સિંગરના લવમેરેજથી વધુ એક વિવાદ, સિંહે મારણ કરેલા યુવકના અંતિમ CCTV સામે આવ્યા
    Next Article
    ચોમાસા પૂર્વે જૂનાગઢ PGVCL એલર્ટ મોડ પર:​જૂનાગઢમાં કુદરતી આપત્તિઓ સામે લડવા PGVCL સજ્જ: 542 ફીડરોનું સમારકામ પૂર્ણ, 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સાથે મેન-મશીનરી એલર્ટ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment