Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જ IG અને SPએ 750 લોકો સાથે કર્યો સીધો સંવાદ:'હર ઘર, સાયબર સુરક્ષિત ઘર' અભિયાન હેઠળ ગામડાઓમાં બનશે વોટ્સએપ ગ્રુપ, ફ્રોડથી લોકોને બચાવવા પોલીસનો માસ્ટર પ્લાન

    10 hours ago

    હાલના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવોને અટકાવવા અને છેવાડાના માનવીને જાગૃત કરવા માટે ભાવનગર પોલીસ દ્વારા એક સરાહનીય અને નવતર પહેલ કરવામાં આવી છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે જિલ્લા પોલીસ દ્વારા ‘હર ઘર, સાયબર સુરક્ષિત ઘર’ અભિયાન અંતર્ગત મેગા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત લોકો સાથે સીધો સંવાદ સાધીને ઓનલાઈન ઠગાઈથી બચવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 'અંત્યોદય'ના વિચાર સાથે 750થી વધુ લોકોની ઉપસ્થિતિ ભાવનગર રેન્જ આઇજી આર.વી. અસારી અને એસપી નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાર સુધી માત્ર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પૂરતી સીમિત રહેલી સાયબર જાગૃતિને 'અંત્યોદય'ના વિચાર સાથે ગ્રામ્ય વિસ્તારો અને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો હતો. આ મેગા અવેરનેસ કાર્યક્રમમાં તલાટી-કમ-મંત્રીઓ, શિક્ષકો, આચાર્યો, વિવિધ NGO ના પ્રતિનિધિઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મળીને કુલ 750 જેટલા નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પ્રજા સાથે સીધો સંવાદ આ કાર્યક્રમ દરમિયાન રેન્જ આઈ.જી. અને SP દ્વારા ઉપસ્થિત લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. તેઓએ લોકોને સાયબર ઠગાઈની નવી-નવી મોડસ ઓપરેન્ડી અને તેનાથી બચવાના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ લોકોના મુંઝવતા પ્રશ્નો સાંભળીને તેનું રૂબરૂ અને સંતોષકારક નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક દ્વારા ઉપસ્થિત તમામ લોકોને 'હર ઘર સાયબર સુરક્ષિત ઘર' અભિયાનની રૂપરેખા વિગતે સમજાવવામાં આવી હતી. સાયબર જાગૃતિ માટે ગામડાઓમાં વોટ્સએપ ગ્રુપ બનાવાશે સાયબરના દૂષણને ડામવા અને જાગૃતિનો સંદેશો અસરકારક રીતે દરેક ઘર સુધી પહોંચાડવા ભાવનગર પોલીસ દ્વારા એક માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. જે અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિશેષ વોટ્સએપ ગ્રુપો બનાવવામાં આવશે. આ ગ્રુપોમાં જિલ્લાના તલાટી-કમ-મંત્રીઓ, શિક્ષકો, ગ્રામીણ આગેવાનો અને સામાજિક કાર્યકરોને જોડવામાં આવશે. આ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સાયબર ક્રાઇમની સતત બદલાતી પદ્ધતિઓ, બેન્કિંગ ફ્રોડથી બચવાના ઉપાયો અને જરૂરી સાવચેતી અંગેની જાગૃતિલક્ષી માહિતી નિયમિતપણે છેવાડાના ગામડાઓ અને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં જળ, જંગલ, જમીન બચાવવા આદિવાસી સમાજ મેદાને:ઉકાઈ જળાશયમાં સોલાર પ્રોજેક્ટ અને ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ;રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપ્યું
    Next Article
    પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ પર મથુર સવાણીનો ટોણો:'40 વટાવેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ અને શક્તિસિંહની જેમ દેશ સેવા કરો; બીજો રસ્તો નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment