Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાવટી ચલણી નોટો બતાવી ઠગાઈ આચરતી દિલ્હીની ટોળકી ઝડપાઈ:કાલુપુર પોલીસે કાગળના બંડલ બતાવી મુસાફરો સાથે છેતરપિંડી આચરતા બે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી

    9 hours ago

    અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને પોતાની લાચારી બતાવી અને બનાવટી ચલણી નોટોના બંડલ બતાવીને નાણાં તેમજ કિંમતી સામાન પડાવી લેતી દિલ્હીની ગઠિયા ટોળકીના બે આરોપીઓને કાલુપુર પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી ગયા હોવાથી નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે આવી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાચારી બતાવી સોનાની ચેઈન, મોબાઈલ અને 77 હજાર પડાવી લીધા મહારાષ્ટ્રના રહેવાસી જયપ્રકાશ તિવારી કારીગર સાથે કામઅર્થે અમદાવાદ આવ્યા હતા. 7 સપ્ટેમ્બરે કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોતી વખતે એક અજાણ્યા શખ્સે રાજેશ યાદવ તરીકે ઓળખ આપી શેઠે પગાર ન આપ્યો હોવાની લાચારી દર્શાવી હતી. તેણે પોતાની પાસે રૂ. 2 લાખ હોવાનું કહી બનાવટી નોટોનું બંડલ બતાવ્યું હતું અને દયા બતાવી ચા પીવડાવવાના બહાને બીજા સાગરીત સાથે મળીને ફરિયાદીનું માથું ભારે કરી સોનાની ચેઈન, મોબાઈલ અને ઓનલાઈન રૂ. 77 હજાર ટ્રાન્સફર કરાવી ફરાર થઈ ગયા હતા. ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢેલા દિલ્હીના બે આરોપીની ધરપકડ ભોગ બનનારની ફરિયાદના આધારે કાલુપુર પોલીસે તપાસ હાથ ધરીને દિલ્હીના તનવીર અંસારી અને સંજય શર્મા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં તનવીર પાસેથી બે મોબાઈલ અને રૂ. 1 લાખ રોકડા તથા સંજય પાસેથી રૂ. 4,800 જપ્ત કરાયા છે. આરોપીઓ અગાઉ દિલ્હીમાં પણ ખિસ્સાકાતરુ તરીકેના ગુનામાં સંડોવાયેલા છે અને ઓનલાઈન ગેમિંગની ટેવ પૂરી કરવા માટે મુસાફરોને વિશ્વાસમાં લઈ બનાવટી નોટો બતાવી ઠગાઈ આચરતા હતા.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન-ચીનના સાયબર માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતો આરોપી પોરબંદરથી ઝડપાયો:સુરતમાં સોનાની વીંટી ખરીદી UPI પેમેન્ટ કરતાં ભાંડો ફૂટ્યો, 80 બેંક એકાઉન્ટ્સ અને ₹11 કરોડના ફ્રોડનો ખુલાસો
    Next Article
    વલસાડમાં 203 ગામ ટીબી મુક્ત બન્યા:48 પંચાયતોને ગોલ્ડ, 71ને સિલ્વર સન્માન; JOSH–TB મુક્ત ભારત ટીમોનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment