Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન-ચીનના સાયબર માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતો આરોપી પોરબંદરથી ઝડપાયો:સુરતમાં સોનાની વીંટી ખરીદી UPI પેમેન્ટ કરતાં ભાંડો ફૂટ્યો, 80 બેંક એકાઉન્ટ્સ અને ₹11 કરોડના ફ્રોડનો ખુલાસો

    10 hours ago

    સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પહેલીવાર પાકિસ્તાન અને ચીનના સાયબર માફિયાઓ સાથે ડાયરેક્ટ સંપર્ક ધરાવતા એક શાતિર ગુનેગારને ઝડપી પાડી ઈન્ટરનેશનલ લેવલના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલો આરોપી સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ મારફતે દેશવિરોધી સાયબર માફિયાઓને ભારતીય બેંક એકાઉન્ટ્સની વિગતો પૂરી પાડતો હતો. આ કેસમાં પોલીસે પોરબંદરથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની ગેંગ સાથે બેંક એકાઉન્ટ્સની સીધી સોદાબાજી DCP બિશાખા જૈને વિગતો આપતાં જણાવ્યું કે, ઝડપાયેલા આરોપીના મોબાઈલ ફોનમાંથી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ્સની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સીધો જ પાકિસ્તાની સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતો અને "તમને કેટલા બેંક એકાઉન્ટ જોઈએ છે અને હું કઈ રીતે મોકલું" તે અંગે સીધી સોદાબાજી કરતો હતો. આ ઉપરાંત તે દુબઈ સ્થિત હેન્ડલર મારફતે ચાઇનીઝ ગેંગ સાથે પણ કનેક્ટેડ હતો. પાકિસ્તાની ગેંગને વધુ મ્યુલ એકાઉન્ટ પહોંચાડે તે પહેલાં જ સુરત પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્વેલરી શો-રૂમમાં ખરીદી કરતાં આખુ કાવતરું ખૂલ્યું આ ષડયંત્રનો ખુલાસો સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ દ્વારા નોંધાવેલી ફરિયાદ બાદ થયો હતો. આરોપી સામાન્ય ગ્રાહક બનીને જ્વેલરી શો-રૂમમાં પહોંચ્યો હતો અને સોનાની વીંટી ખરીદી UPI મારફતે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. જોકે, આ પૈસા સાયબર ફ્રોડના હોવાથી તેલંગાણા અને કર્ણાટક પોલીસે વેપારીનું કરંટ એકાઉન્ટ સીઝ કરી દીધું હતું. દાગીના અને રૂપિયા બંને ફસાઈ જતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેના પગલે સુરત સાયબર ટીમે ડિજિટલ મની ટ્રેલની તપાસ શરૂ કરી હતી. લાઈટ ડેકોરેશનની આડમાં સાયબર નેટવર્ક ચલાવતો હતો ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે પોરબંદરના છાયા મેઈન રોડ પર રહેતા અને મૂળ ગીર-સોમનાથના સમઢીયાળાના વતની 27 વર્ષીય દિવ્યેશ ઉર્ફે બાપુ ઉર્ફે દિવલો જમનગીરી મેઘનાથીને ઝડપી લીધો હતો. દિવ્યેશ પોરબંદરમાં લાઈટ ડેકોરેશનના ધંધાની આડમાં આ રેકેટ ચલાવતો હતો. તેની સાથે અન્ય 3 આરોપીઓ પણ ટોળકી બનાવીને આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. દુબઈ-ચીન કનેક્શન અને USDT ક્રિપ્ટોમાં કન્વર્ઝન આરોપીઓ નાસતા-ફરતા સાગરીતો પાસેથી કમિશન આપીને મ્યુલ બેંક એકાઉન્ટ્સ મેળવતા અને તેની વિગતો દુબઈ સ્થિત હેન્ડલરને મોકલતા હતા. દુબઈનો હેન્ડલર ચાઇનીઝ સિન્ડિકેટ પાસેથી ફ્રોડના પૈસા આ ભારતીય એકાઉન્ટ્સમાં જમા કરાવતો હતો. પૈસા જમા થયા બાદ આરોપીઓ એટીએમ, ચેક કે જ્વેલર્સ પાસેથી સોનું ખરીદીને રકમ ઉપાડી લેતા હતા. ત્યારબાદ 13%થી 15% જેટલું કમિશન કાપી બાકીની રકમ સ્થાનિક બ્રોકરો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દુબઈના હેન્ડલરના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. દેશભરમાં 53 ગુના અને ₹11 કરોડથી વધુની ઠગાઈ આરોપીના ફોનમાંથી 80 જેટલા મ્યુલ બેંક ખાતાઓની યાદી મળી આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર વેરિફિકેશન કરતાં દેશભરમાં નોંધાયેલી 53 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો આ જ ખાતાઓ સાથે જોડાયેલી હોવાનું ખુલ્યું છે, જેમાં અંદાજે ₹11 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી પોરબંદરમાં 60-40 ટકાની ફોર્મ્યુલાથી ગોલ્ડ ફાઇનાન્સનું શંકાસ્પદ કામ પણ સંભાળતો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય કડીઓના મૂળ સુધી પહોંચવા સઘન પૂછપરછ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રીવાબાએ જબરો ઈશારો કર્યો, VIDEO:સરકારે હાંકી કાઢતા IASનું BP વધી ગયું; બોડી બિલ્ડર પોલીસ અધિકારી કોની નજરે ચડ્યા?
    Next Article
    બનાવટી ચલણી નોટો બતાવી ઠગાઈ આચરતી દિલ્હીની ટોળકી ઝડપાઈ:કાલુપુર પોલીસે કાગળના બંડલ બતાવી મુસાફરો સાથે છેતરપિંડી આચરતા બે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment