Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ લોન્ચ કરાયો:સક્કરબાગ ખાતે વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ઓક્ટોપસની થીમ સ્ટેમ્પ લોન્ચિંગ, કેન્સલેશન સ્ટેમ્પ આગામી એક મહિના સુધી કાર્યરત રહેશે.

    17 hours ago

    ​જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ખાતે વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જલીય જીવસૃષ્ટિ સહિત વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ પર થઈ રહેલી અસરોને ધ્યાનમાં રાખીને વન્યજીવ સંરક્ષણનો સંદેશ આ પહેલ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ​આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે ઓક્ટોપસની થીમ આધારિત વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ તૈયાર કરીને લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્ટેમ્પ પર ઓક્ટોપસનો ફોટો મૂકવામાં આવ્યો છે, જે વન્યજીવ સંરક્ષણની યાદગીરીરૂપે તૈયાર કરાયો છે. આ વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ આઝાદ ચોક સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આગામી એક મહિના સુધી કાર્યરત રહેશે. ​આ પ્રસંગે ઓક્ટોપસ પર રિસર્ચ કરનાર ડો. સોનિયા જેઠવાએ જણાવ્યું હતું કે, આજના આ વિશેષ કેન્સલેશન સ્ટેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે અગાઉ એક શૈક્ષણિક લેક્ચર પણ લેવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઇવેન્ટનું આયોજન પોસ્ટ વિભાગના સર પવનકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.આજરોજ જે કેન્સલેશન સ્ટેમ્પ લોન્ચ કરવામાં આવ્યો છે તેના પર ઓક્ટોપસનો ફોટો અંકિત કરવામાં આવ્યો છે, કારણ કે આજે આપણે 'ઓક્ટોપસ ડે' ની ઉજવણી કરી રહ્યા છીએ. આ માટે ઓક્ટોપસના ફોટા અમારી પાસેથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી શ્રેષ્ઠ ફોટો સિલેક્ટ કરીને આ સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટેમ્પ ભવિષ્યમાં વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનની યાદગીરી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ​કાર્યક્રમ દરમિયાન ડો. સોનિયા જેઠવા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઓક્ટોપસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેમને આ જલીય જીવસૃષ્ટિ વિશે સવિસ્તર અવગત કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી:સામાજિક વનીકરણ વિભાગ અને યુનિવર્સિટીએ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
    Next Article
    સતત બીજા દિવસે પ્લાસ્ટિક ડ્રાઈવ યથાવત:ચિત્રા GIDC અને ટેકરી ચોકમાંથી રૂ.1 લાખની કિંમતનું 400 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત 3 લોકો સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment