Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે પ્લાસ્ટિક ડ્રાઈવ યથાવત:ચિત્રા GIDC અને ટેકરી ચોકમાંથી રૂ.1 લાખની કિંમતનું 400 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત 3 લોકો સામે કાર્યવાહી

    18 hours ago

    ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સતત બીજા દિવસે પ્લાસ્ટિક ડ્રાઈવ યથાવત્ રાખી છે. શહેરના ચિત્રા GIDC સ્થિત મર્ચન્ટ પ્રોડક્ટ માંથી 250 કિલો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ટેકરી ચોક વિસ્તારમાંથી બે ઈસમો પાસેથી 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલિકાની ટીમે બે સ્થળોએ દરોડા પાડ્યા આ અંગે સોલિડ વેસ્ટના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, આજે બે અલગ અલગ ટીમો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે, પાલિકાની ટીમે શહેરના બે સ્થળોએ દરોડા પાડીને બંને સ્થળોએથી રૂ.1 લાખની કિંમતનું આશરે 400 કિલો ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. 400 કિલો આસપાસ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તંત્ર દ્વારા ચિત્રા GIDC સ્થિત મરચન્ટ પ્રોડક્ટ પર પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. 30 માઇક્રોનથી ઓછું હતું જેમાં 250 કિલો પ્લાસ્ટિક સીઝ કરાયું હતું. જ્યારે બીજી તરફ ટેકરી ચોક પાસે બે ઈસમો પાસેથી દરોડો પાડીને 150 કિલો પ્રતિબંધિત ઝબલા, પ્લાસ્ટિક વગેરેનો જથ્થો જપ્ત કરાયો હતો. આમ, બંને સ્થળોએથી કુલ 3 લોકો પાસેથી આશેર 400 કિલો આસપાસ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ.1 લાખ થાય છે સોલિડ વેસ્ટ વિભાગે અલગ અલગ બંને ટિમો દ્વારા વેપારીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની આ સખત કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફકડાટ વાપી ગયો હતો...
    Click here to Read More
    Previous Article
    વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ લોન્ચ કરાયો:સક્કરબાગ ખાતે વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ઓક્ટોપસની થીમ સ્ટેમ્પ લોન્ચિંગ, કેન્સલેશન સ્ટેમ્પ આગામી એક મહિના સુધી કાર્યરત રહેશે.
    Next Article
    42 Former Judges Write Open Letter, Warn Against Vote Theft Allegations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment