Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલવ-બોર્ડરના નીચલા ભાગમાં બુદ્ધની છબિવાળી સાડી વેચવાની ફરિયાદ રદ:ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી

    20 hours ago

    ભગવાન ગૌતમ બુદ્ધની છબી વાળી સાડીઓ અને કાપડનું વેચાણ કરવાને લીધે બૌદ્ધ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ મૂકીને, સુરતના સલાબતપુરા પોલીસ મથકે 2017માં ભરત હરજીભાઈ શંકર નામના ટેક્સટાઇલ વેપારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાપડના નીચલા ભાગે અને સાડીની બોર્ડર તરફ પગ આવતા હોય તે જગ્યાએ આ છબીઓ છપાયેલી હોવાનો આક્ષેપ હતો. જેની સામે વેપારીએ આ પોલીસ ફરિયાદને રદ્દ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી, તેથી વેપારી સામેની ફરિયાદ રદ કરવામાં આવે છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સમસ્ત યુવા આંબેડકરી સમાજના પ્રમુખ કુણાલ સોનવણેએ 19 ડિસેમ્બર 2017ના રોજ ટેક્ષટાઇલ માર્કેટમાં ભગવાન ગૌતમ બુદ્ધના ફોટાવાળી સાડીઓ અને કાપડનું વેચાણ કરી બૌદ્ધ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. વિવિધ દુકાનોમાં પાલવના ભાગે ભગવાન બુદ્ધની છાપ વાળું કાપડનું વેચાણ થતું હોવાથી ધાર્મિક દેવતાનું અપમાન કરવાનો આક્ષેપ કરાયો છે. કુણાલને તેમના સમાજના આગેવાનો દ્વારા માહિતી મળી હતી કે ટેક્ષટાઇલ માર્કેટમાં ભગવાન બુદ્ધની છાપવાળી સાડીઓ વેચાઈ રહી છે. આગેવાનોએ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે સાડીઓ પર ભગવાન બુદ્ધના ફોટા એવી જગ્યાએ પ્રિન્ટ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પગમાં આવે, જેનાથી બૌદ્ધ સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ચાર સામે ગુનો દાખલ થયો, એક વેપારી હાઈકોર્ટમાં પહોંચ્યા આ મામલે પોલીસે 21 ડિસેમ્બર 2017ના રોજ ચાર વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં વણકર ટેક્ષટાઇલ માર્કેટના ભરત હરજીભાઈ શંકર, આનંદ ટેક્ષટાઇલ માર્કેટના પ્રકાશ શેખરચંદ શાણી, સુરત ટેક્ષટાઇલ માર્કેટના રવિ સુરેશભાઇ જૈન અને રાધા ક્રિષ્ણા ટેક્ષટાઇલ માર્કેટના દુકાનદાર સામેલ છે. જેમાના વણકર ટેક્ષટાઇલ માર્કેટના ભરત શંકરે આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. 'બિઝનેસ હરીફાઈના કારણે દબાણ લાવવા માટે આ ખોટી FIR કરી' વેપારીના વકિલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, અરજદાર સુરતના જાણીતા વેપારી છે, જે ટ્રેન્ડ મુજબ કાપડ ખરીદીને વેચે છે. કોઈપણ ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો કે આહત કરવાનો તેમનો દૂષિત કે ઈરાદાપૂર્વકનો આશય નહોતો. વેપારી સ્પર્ધા અને બિઝનેસ હરીફાઈના કારણે દબાણ લાવવા માટે આ ખોટી FIR કરવામાં આવી હતી. સુપ્રીમના ચુકાદાને ટાંકીને હાઈકોર્ટે વેપારી સામેની ફરિયાદ રદ્દ કરી હાઈકોર્ટે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જાણીતા ચુકાદાઓ અનુસાર કલમ 295A હેઠળ ગુનો ત્યારે જ બને છે, જ્યારે કોઈ કાર્ય પાછળ ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો કે સમાજમાં અશાંતિ ફેલાવવાનો ઈરાદાપૂર્વકનો અને દૂષિત આશય હોય. માત્ર કોઈ ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબીવાળા કાપડનું સામાન્ય વેચાણ કરવું એ બદ ઈરાદો દર્શાવતું નથી. રેકોર્ડ પરના ફોટોગ્રાફ્સ અને પોલીસ રિપોર્ટ જોતાં એવું ક્યાંય સાબિત થતું નથી કે અરજદારે કોઈ ધર્મના અપમાન માટે આ કૃત્ય કર્યું હોય. તેથી કલમ 295Aના ગુનાના જરૂરી ઘટકો અહીં બનતા નથી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખી છે. અરજદાર વિરુદ્ધ આ કેસને લગતી તમામ કાનૂની કાર્યવાહી રદ્દ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લંચ બાદ રાજઘાટ માટે નીકળ્યા રાહુલ-પ્રિયંકા:સપા, TMC સહિત વિપક્ષી સાંસદો સાથે; ખડગેએ કહ્યું- બાપુ પાસેથી સરકાર માટે બુદ્ધિ માંગીશું
    Next Article
    પંચમહાલમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી:સામાજિક વનીકરણ વિભાગ અને યુનિવર્સિટીએ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment