Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાડીના નીચલા ભાગમાં બુદ્ધની છબિવાળી સાડી વેચવાનો કેસ:વેપારી સામેની ફરિયાદ રદ, ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી

    9 hours ago

    ભગવાન ગૌતમ બુદ્ધની છબી વાળી સાડીઓ અને કાપડનું વેચાણ કરવાને લીધે બૌદ્ધ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ મૂકીને, સુરતના સલાબતપુરા પોલીસ મથકે 2017માં ભરત હરજીભાઈ શંકર નામના ટેક્સટાઇલ વેપારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાપડના નીચલા ભાગે અને સાડીની બોર્ડર તરફ પગ આવતા હોય તે જગ્યાએ આ છબીઓ છપાયેલી હોવાનો આક્ષેપ હતો. જેની સામે વેપારીએ આ પોલીસ ફરિયાદને રદ્દ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 'બિઝનેસ હરીફાઈના કારણે દબાણ લાવવા માટે આ ખોટી FIR કરી' વેપારીના વકિલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, અરજદાર સુરતના જાણીતા વેપારી છે, જે ટ્રેન્ડ મુજબ કાપડ ખરીદીને વેચે છે. કોઈપણ ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો કે આહત કરવાનો તેમનો દૂષિત કે ઈરાદાપૂર્વકનો આશય નહોતો. વેપારી સ્પર્ધા અને બિઝનેસ હરીફાઈના કારણે દબાણ લાવવા માટે આ ખોટી FIR કરવામાં આવી હતી. સુપ્રીમના ચુકાદાને ટાંકીને હાઈકોર્ટે વેપારી સામેની ફરિયાદ રદ્દ કરી હાઈકોર્ટે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જાણીતા ચુકાદાઓ અનુસાર કલમ 295A હેઠળ ગુનો ત્યારે જ બને છે, જ્યારે કોઈ કાર્ય પાછળ ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો કે સમાજમાં અશાંતિ ફેલાવવાનો ઈરાદાપૂર્વકનો અને દૂષિત આશય હોય. માત્ર કોઈ ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબીવાળા કાપડનું સામાન્ય વેચાણ કરવું એ બદ ઈરાદો દર્શાવતું નથી. રેકોર્ડ પરના ફોટોગ્રાફ્સ અને પોલીસ રિપોર્ટ જોતાં એવું ક્યાંય સાબિત થતું નથી કે અરજદારે કોઈ ધર્મના અપમાન માટે આ કૃત્ય કર્યું હોય. તેથી કલમ 295Aના ગુનાના જરૂરી ઘટકો અહીં બનતા નથી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખી છે. અરજદાર વિરુદ્ધ આ કેસને લગતી તમામ કાનૂની કાર્યવાહી રદ્દ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કરચલીયાપરામાં મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી:જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી ધમકી આપી, ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ
    Next Article
    ખેડામાં આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી:વર્ષોથી બાકી ઈન્સેન્ટિવ અને પડતર પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપ્યું, 'મોદી તેરા ક્યાં ભરોસા'ના સૂત્રોચ્ચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment