Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરચલીયાપરામાં મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી:જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી ધમકી આપી, ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ

    9 hours ago

    ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતી એક મહિલા તેમજ તેના પુત્રને જુના ઝગડાની દાઝ રાખી આજ વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી કરચલીયાપર વિસ્તારમાં ચીમનલાલના ચોકમાં કરિયાણાની દુકાન ધરાવતા ભારતીબેન રમેશ બારૈયાએ ગંગાજળીયા પોલીસ મથકમાં આજ વિસ્તારમાં રહેતા કમલ રમેશ મકવાણા, મિહિર પ્રવીણ બારૈયા, અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને અગાઉ ત્રણેય શખસો સાથે માથાકૂટ થઈ હોય જેની દાજ રાખી ત્રણેય શખસો તેની દુકાને આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ તેઓને અને તેના પુત્રને તું ગમે ત્યારે મારી સામે કેશ કરે છે હવે તું તારા છોકરાને સાચવીને રાખજે રસ્તામાં મળશે તો મારી નાખીશ તેમ ધમકી આપી ત્રણેય શખસો ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ BNS એક્ટ 351 (3), 352,54 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ખડગેના લંચ માટે કનોટ પ્લેસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા:ત્યારબાદ રાજઘાટ જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે, રાહુલ-પ્રિયંકા સામે બે દિવસમાં બે FIR
    Next Article
    સાડીના નીચલા ભાગમાં બુદ્ધની છબિવાળી સાડી વેચવાનો કેસ:વેપારી સામેની ફરિયાદ રદ, ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment