Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડામાં આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી:વર્ષોથી બાકી ઈન્સેન્ટિવ અને પડતર પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપ્યું, 'મોદી તેરા ક્યાં ભરોસા'ના સૂત્રોચ્ચાર

    10 hours ago

    ખેડા જિલ્લામાં કાર્યરત આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને રોજીંદી મુશ્કેલીઓ અંગે લાંબા સમયથી ઉકેલ ન આવતા એકત્ર થઈ હતી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં બહેનોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ પોતાના પ્રશ્નો અંગેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. બહેનોએ 'મોદી તેરા ક્યાં ભરોસા'ના સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સામે પોતાની માંગણીઓ મૂકીને પડતર પ્રશ્નો અંગે ત્વરિત બેઠક બોલાવી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે. આશા વર્કર બહેનો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વર્ષ 2018 થી કેન્દ્ર સરકાર અને વર્ષ 2022 પછી રાજ્ય સરકાર દ્વારા ઈન્સેન્ટિવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ મોંઘવારી અને કામગીરીના ભારણમાં સતત વધારો થયો છે. આ ઉપરાંત વર્ષ 2021 થી 2026 સુધીના ટીબી ની કામગીરીના નાણાં, પીએમએમવીવાય યોજનાના ઓનલાઈન તથા ઓફલાઈન ફોર્મ ભરવાના નાણાં અને અતિ જોખમી સગર્ભા મહિલાઓની કામગીરીના નાણાં લાંબા સમયથી ચૂકવવામાં આવ્યા નથી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બજાવેલી કામગીરી જેવી કે લેપ્રસી સર્વે, એચબીએનસી, એચબીવાયસી અને પીપીઆઈયુસીડી યોજનાના નાણાં પણ છેલ્લા કેટલાક સમયથી બાકી હોવાની રજૂઆત કરાઈ છે. સરકારે દર વર્ષે બે જોડી કોટનના યુનિફોર્મ આપવાની જાહેરાત કરી હતી પરંતુ યોગ્ય કાપડ અને પૂરતા યુનિફોર્મ આપવામાં આવ્યા નથી. મોબાઈલ આપ્યા વગર ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવતું હોવાથી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશા ફેસિલિટેટર અને આશા વર્કરોના રોજીંદા વળતરની સમયસર ચુકવણી ન થવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ઓનલાઈન કામગીરી માટે અમુક વિસ્તારોમાં સીમકાર્ડ કે મોબાઈલ ઉપકરણ આપ્યા વગર ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જ્યાં સુધી ઉપકરણો પૂરા ન પાડવામાં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ આપવા અથવા તેને વૈકલ્પિક રાખવા માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં અન્ય કોર્પોરેશન વિસ્તારોની સરખામણીએ નોન સ્લમ વિસ્તારોમાં કામ કરતી બહેનોને 50 ટકા ટોપ અપની રકમ ન ચૂકવીને ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અગાઉ સરકાર સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આશા વર્કર બહેનોની ધીરજ ખૂટી છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં કામગીરીથી અળગા રહી હડતાલ અને ગાંધીનગરમાં પડાવ નાખવાની ચીમકી પણ આપવામાં આવી છે. આવેદનપત્ર આપવા પહોંચેલી બહેનોએ સ્પષ્ટ કર્યું હતું કે, સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે બાકી નાણાં ન મળતા આર્થિક સંકટ ઊભું થયું છે. આરોગ્ય સેવાઓની પાયાની કામગીરી કરતી બહેનોના હિસાબ કિતાબમાં પારદર્શિતા લાવી દર મહિનાની 1 થી 10 તારીખ દરમિયાન નિયમિત ચૂકવણું થાય તેવી કડક જોગવાઈ કરવાની માંગણી કલેક્ટર સમક્ષ મૂકવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાડીના નીચલા ભાગમાં બુદ્ધની છબિવાળી સાડી વેચવાનો કેસ:વેપારી સામેની ફરિયાદ રદ, ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી
    Next Article
    લક્ષ્મીપુરાથી અંબાજી માટે 52 વર્ષ જૂની સાયકલ યાત્રા રવાના:વડેરી માતાના મંદિરેથી નવરાત્રીની ધજા લઈ 70થી 80 યુવાનો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment