Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:ગોલ્ડી ધિલ્લોન ગેંગે ઈન્ફ્લ્યુએન્સરને ગોળી મારીને પતાવી દીધો હતો, પરમિંદર કાકાની ધરપકડ

    20 hours ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાં થયેલી મેડ સંધુ હત્યા કેસના આરોપીની ધરપકડ કરી છે. 3 ઓક્ટોબરે પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની બાઈક પર આવેલા 2 શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા. આ હત્યાની જવાબદારી સોશિયલ મીડિયા પર ગોલ્ડી ધિલ્લોન ગેંગ દ્વારા લેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં ફાયરિંગ કરનાર આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની ધરપકડ કરી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. બે શખ્સ ધડાધડ ગોળીબાર કરીને ઈન્ફ્લુએન્સર મેડને પતાવી દીધો 3 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 6 વાગે પંજાબના અમૃતસરમાં લોહારકા રોડ પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મેડ સંધુ ઉર્ફે મધુસૂદન સંધુ જે મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઇન્ડર અને LGBTQ કોમ્યુનિટીનો જાણીતો ચહેરો છે, તે કાર વોશ કરાવવા આપીને રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા જેમણે મેડની નજીક આવીને 2- 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મેડને ગોળી વાગતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ મેડનું મોત થયું હતું. હત્યા બાદ ગોલ્ડી ધિલ્લોન નામના ફેસબુક પેજ પરથી હત્યાની જવાબદારી લેવામાં આવી હતી. ફાયરિંગ કરીને આરોપી અમદાવાદ આવ્ચો અને દબોચાયો બનાવ અંગે પંજા અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફાયરિંગ બાદ બંને આરોપીઓ ફરાર હતા જેની પોલીસ તપાસ કરી રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ કેસના આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની ધરપકડ કરી છે. પરમિદરે મેડ પર ફાયરિંગ કર્યું હતું અને હત્યાના કામમાં બાઇક પર લાવ્યો હતો. હત્યા બાદ પરમિંદર પંજાબથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. હાલ પરમિદરની પૂછપરછ ચાલી રહી છે જે બાદ આરોપીને પંજાબ પોલીસને સોંપવામાં આવશે. સંધુની હત્યા કેવી રીતે થઈ? એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, મેડ સંધુએ પહેલા કાર ધોવા માટે પાર્ક કરી હતી. ત્યાર બાદમાં કાર પાછી લઈ જવા માટે બે છોકરીઓ તેને મૂકવા આવી. આ દરમિયાન, બે યુવાનો બાઇક પર આવ્યા. એક બાઇક પર જ બેઠો રહ્યો, જ્યારે બીજો મેડ સંધુ પાસે ગયો અને ગોળીબાર કર્યો. લગભગ 4-5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાંથી બે મેડ સંધુને વાગી હતી. તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. પોલીસ લગભગ એક કલાક પછી ઘટનાસ્થળે પહોંચી અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પોલીસ લગભગ એક કલાક પછી ઘટનાસ્થળે પહોંચી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મેડ સંધુ લોહીથી લથપથ રસ્તા પર પડેલો જોવા મળે છે. તેના સાથીઓ તેને ઉપાડતા જોવા મળે છે. રસ્તા પર ગોળીઓના ગોળા પણ દેખાય છે.
    Click here to Read More
    Previous Article
    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:બીજા દિવસે રામધૂન-સફાઈ, જનસેવા કેન્દ્રો ઠપ; આંગણવાડીની ઉમેદવાર મહિલાઓ મુશ્કેલીમાં
    Next Article
    ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ નારના 5 ખેલાડીઓની રગ્બી નેશનલ સ્પર્ધામાં પસંદગી:પ.પૂજ્ય શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને આચાર્યશ્રી દ્વારા ખેલાડીઓ તથા કોચને અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment