Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:બીજા દિવસે રામધૂન-સફાઈ, જનસેવા કેન્દ્રો ઠપ; આંગણવાડીની ઉમેદવાર મહિલાઓ મુશ્કેલીમાં

    21 hours ago

    ગુજરાત મહેસૂલી કર્મચારી મહામંડળે પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કર્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા ગઈકાલ(7 ઓક્ટોબર)થી સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં આજે બીજા દિવસે પણ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓએ કામ બંધ કરતા સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય જેવી જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ થઈ ગઈ છે. વડોદરામાં સુંદરકાંડ અને રામધૂન કરી તો સુરતમાં આંગણવાડી હેલ્પરની ભરતીમાં 14 ઓક્ટોબર છેલ્લી તારીખ છે તો દાખલા ન નીકળતાં મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. અમદાવાદ અને રાજકોટમાં સફાઈ કરીને વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં નાગરિકો ધક્કા ખાઈને કલાકો સુધી અટવાઈ રહ્યા સુરતમાં સતત બીજા દિવસે સમગ્ર વહીવટી કામગીરી ઠપ થઈ જતાં સુરત શહેરના તમામ જનસેવા કેન્દ્રો સૂમસામ ભાસી રહ્યા છે. લોકો આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને રહેઠાણના પુરાવા મેળવવા માટે લાંબી કતારો લગાવીને ઉભા રહે છે, પરંતુ અંદર કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાથી નાગરિકો માત્ર ધક્કા ખાઈને કલાકો સુધી અટવાઈ રહ્યા છે. આંગણવાડી હેલ્પરની ભરતી, ઉમેદવાર મહિલાઓ મુશ્કેલીમાં આ હડતાળનો સૌથી મોટો ફટકો ગરીબ અને સામાન્ય વર્ગની મહિલાઓને પડ્યો છે. આંગણવાડી હેલ્પરની જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે. આ ભરતી માટે રહેઠાણનો દાખલો ફરજિયાત હોય છે, જે મેળવવાની સામાન્ય સરકારી પ્રક્રિયામાં જ 10 દિવસ જેટલો સમય લાગે છે. હવે જ્યારે છેલ્લી તારીખ માથે આવીને ઊભી છે, ત્યારે મહેસૂલ કર્મચારીઓની હડતાળના કારણે દાખલા ન નીકળતાં અરજી કરવા ઇચ્છુક સેંકડો મહિલાઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. 'અમારે કેટલા ધક્કા ખાવાના?' સુરત જનસેવા કેન્દ્ર પર રહેઠાણનો દાખલો લેવા પહોંચેલા કવિતાબેન હેડાઉએ કહ્યું કે, અમારે આંગણવાડીના ફોર્મ ભરવાના હોવાથી અમે 10 દિવસ પહેલા રહેઠાણના દાખલા માટે અરજી કરી ગયા હતા. અધિકારીઓએ અમને 10 દિવસ પછી બોલાવ્યા હતા. આજે અમારે 10થી 11મો દિવસ છે છતાં કચેરી બંધ છે. 'સરકારી કામ આમ બંધ ન રખાય' અન્ય અરજદાર જાગૃતિબેને કહ્યું કે, અમને કીધેલા 10 દિવસ પૂરા થતાં અમે દાખલો લેવા પહોંચ્યા તો ઓફિસ બંધ મળી. સરકારી કામકાજ આ રીતે અચાનક બંધ થોડું રખાય? આ તો ગવર્મેન્ટ કામ છે એટલે ચાલુ જ રાખવું જોઈએ. અમે આટલે દૂરથી આવીએ છીએ અને કામ વગર પાછા જવું પડે છે. શનિવારે હાફ ડે આવી જશે અને રવિવારે રજા રહેશે, જેથી આંગણવાડીની છેલ્લી તારીખ વીતી જશે તો અમારી આખી મહેનત પર પાણી ફરી વળશે. ‘કામ જ નથી કરવું તો જનસેવા કેન્દ્રોને કાયમી તાળાં મારી દો’ સ્થળ પર હાજર એક સિનિયર સિટીઝને જણાવ્યું કે, જો કામ જ નથી કરવું તો જનસેવા કેન્દ્રોને કાયમી તાળાં મારી દો અને આવા કર્મચારીઓનો પગાર કાપી લેવો જોઈએ." લોકોના ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ લોકોને સમજાવીને શાંત પાડવાના પ્રયાસો કરતી જોવા મળી હતી. 14માંથી 7 માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ, અમદાવાદમાં સાફ સફાઈ કરીને વિરોધ ગુજરાતમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંકી દીધું છે. વિવિધ 14 જેટલી માંગણીઓનું નિરાકરણ ન આવતાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને રેવન્યુ કારકુન સહિતની કેડરના હજારો કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે અમદાવાદ કલેકટર કચેરી ખાતે કર્મીઓએ ઝાડુ હાથમાં લઈને કચેરીમાં સાફ સફાઈ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેને લઈને વિવિધ કામો માટે આવતા અરજદારો હેરાન થઈ રહ્યા છે. જ્યારે કલેકટર ઓફીસ અને જનસેવા કેન્દ્રોમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. 'અમારી એકપણ માગણી એવી નથી જેનાથી સરકાર પર કોઈ નાણાકીય બોજ પડે' ગુજરાત મહેસૂલી મંડળની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવતા વડોદરાના 380 મહેસૂલી કર્મચારીઓ બે દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. આજે બીજા દિવસે કર્મચારીઓએ સુંદરકાંડ અને રામધૂન કરી હતી. વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે કહ્યું હતું કે, આજે અમારી અચોક્કસ મુદતની હડતાળનો બીજો દિવસ છે. આ હડતાળ દરમિયાન આજે અમે સુંદરકાંડ અને રામધૂનનું આયોજન કર્યું છે. આ બહાને ભગવાનનું નામ પણ લેવાય અને હડતાળના કારણે વડોદરાવાસીઓને રેવન્યુના કામકાજમાં જે તકલીફ પડી રહી છે, તે માટે ક્ષમાયાચના પણ માગી શકાય. સાથે જ ભગવાનને એવી પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારી માંગણીઓ વહેલી તકે સ્વીકારી લેવામાં આવે જેથી અમે ફરીથી કામ પર પરત ફરી શકીએ. અમારી એકપણ માગણી એવી નથી જેનાથી સરકાર પર કોઈ નાણાકીય બોજ પડે. માત્ર વહીવટી દ્રષ્ટિએ કામગીરી પૂર્ણ કરવાની છે, જે સરકાર દ્વારા સરળતાથી થઈ શકે તેમ છે. રાજકોટમાં સતત બીજા દિવસે હડતાલથી કામગીરી ઠપ્પ, અરજદારોને ધક્કા રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગીધવાણીએ કહ્યું હતું કે, આજે હડતાલનો બીજો દિવસે કર્મચારીઓ ભેગા થયા છીએ. જે બાબતે અત્યારે અમે જે સરકારનું વિઝન છે સફાઈ માટેનું. એ મુજબ આજે અમે બધાએ સફાઈ અભિયાન મુજબ સફાઈ કરેલી છે. જેથી એક ક્રિએટિવિટી અને એક કામગીરી દેખાય. આ સફાઈ અભિયાનમાં આશરે 200થી 250 વ્યક્તિઓ જોડાયેલા હતા. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની ઓપરેટર લેવલની કામગીરી ચાલુ છે. જ્યારે નાયબ મામલતદાર કક્ષાની કામગીરી હાલમાં ઠપ છે. અમને એવો વિશ્વાસ છે કે અમારી જે માગણીઓ છે સરકાર બહુ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરી દેશે. જેથી અમારી હડતાલ પણ પૂરી થઈ જશે. આ પણ વાંચો: મહેસૂલી કર્મચારીઓની હડતાળ, પહેલાં દિવસે પણ આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટક્યા
    Click here to Read More
    Previous Article
    નાના પાટેકરને ઉત્તરાખંડમાં ઘર બનાવવું હતું:નીતિ ઘાટીમાં 'ઓલે આલે'ના શૂટિંગ માટે પહોંચ્યા હતા, પહાડોની સાદગીથી થયા હતા પ્રભાવિત
    Next Article
    પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:ગોલ્ડી ધિલ્લોન ગેંગે ઈન્ફ્લ્યુએન્સરને ગોળી મારીને પતાવી દીધો હતો, પરમિંદર કાકાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment